ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકોના આરોગ્યની સુરક્ષા માટે આરોગ્ય તંત્ર દ્વારા ક્લોરીનેશન કરાયું
જુનાગઢ 18 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમામાં પધારનારા લાખો ભાવિકોને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે હેતુથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિવિધ સ્થળોએ ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરિક્રમા માર્ગ પર આવેલા બોરદેવ
પરિક્રમામાં ભાવિકોના આરોગ્યની સુરક્ષા માટે


જુનાગઢ 18 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમામાં પધારનારા લાખો ભાવિકોને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે હેતુથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિવિધ સ્થળોએ ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરિક્રમા માર્ગ પર આવેલા બોરદેવી, શ્રવણની કાવડ અને ઝીણા બાવાની મઢી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના સ્ત્રોતોમાં ક્લોરિનેશન કરી પાણીની શુદ્ધતા જાળવવા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો પધારતા હોવાથી પાણીજન્ય રોગચાળો અટકાવવા અને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે પરિક્રમા માર્ગ પરના પાણીના સ્ત્રોતોમાં ક્લોરિનેશન કરીને ભાવિકોને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે માટે આરોગ્ય શાખાની ટીમ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વડાલ સહિતનાના આરોગ્ય કર્મીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande