સુરતમાં દિવ્યાંગ વકીલની ઓફિસમાં ઘૂસી ચાકુથી હુમલો, CCTVમાં ઘટના કેદ
સુરત, 18 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરમાં એક દિવ્યાંગ વકીલ પર તેમની જ ઓફિસમાં ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, એડવોકેટ શેખ સોએબ શેખ ઇસ્માઇલ પોતાની ઓફિસમાં બેસીને દસ્તાવેજોનું ડ્રાફ્ટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પ
Lawyer Attacked with a Knife


સુરત, 18 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરમાં એક દિવ્યાંગ વકીલ પર તેમની જ ઓફિસમાં ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, એડવોકેટ શેખ સોએબ શેખ ઇસ્માઇલ પોતાની ઓફિસમાં બેસીને દસ્તાવેજોનું ડ્રાફ્ટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળની શેરીમાં રહેતો પ્રવીણ રાઠોડ અચાનક ઓફિસમાં ઘૂસી આવ્યો હતો અને ચાકુ વડે વકીલ પર ઉપરાછાપરી ચાર ઘા ઝીંક્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, હુમલા પાછળ મકાનના વેચાણને લઈને ઊભી થયેલી શંકા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પ્રવીણ રાઠોડને એવી આશંકા હતી કે તેના મકાનના વેચાણના દસ્તાવેજો વકીલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જોકે, એડવોકેટ શેખ સોએબે આ આક્ષેપને નકારી કાઢતાં જણાવ્યું હતું કે મકાનના વેચાણ સંબંધિત કોઈપણ દસ્તાવેજ તેમણે તૈયાર કર્યા નથી અને આ વ્યવહાર સાથે તેમને કોઈ સંબંધ નથી. તેમ છતાં આરોપીએ શંકાના આધારે તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.

ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર વકીલની ફરિયાદના આધારે હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરી હુમલા પાછળના ચોક્કસ કારણો અને ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande