માતલપર ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું, સીસીટીવી ફૂટેજ સામે આવતા ગ્રામજનોમાં ભય
ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માતલપર ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામ નજીક દીપડાની અવરજવર અને પશુઓ પર હુમલાની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાએ ગાયનું માર
સીસીટીવી કેમેરામાં કેદ થયેલ દીપડો


ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માતલપર ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામ નજીક દીપડાની અવરજવર અને પશુઓ પર હુમલાની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાએ ગાયનું મારણ કર્યું હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના કારણે ગામમાં દીપડાની હાજરી અંગે લોકોમાં ચિંતા વધી છે.

માતલપર ગામના આસપાસના વિસ્તારમાં દીપડો જોવા મળતો હોવાની ચર્ચા વચ્ચે ગાયનું મારણ કરવાની ઘટના બનતા પશુપાલકો પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે પશુઓને ખુલ્લામાં રાખવા કે ખેતર વિસ્તારમાં લઈ જવા અંગે પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગામના લોકો પણ રાત્રિના સમયે અવરજવર કરતી વખતે સાવચેતી રાખી રહ્યા છે.

દીપડાની સતત અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે વન વિભાગ દ્વારા માતલપર ગામ અને આસપાસના વિસ્તારમાં દીપડાની હાજરી અંગે તપાસ હાથ ધરી, જરૂરી પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. પશુધન અને લોકોની સુરક્ષા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande