


ગાંધીનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ઐતિહાસિક અને ધાર્મિક નગરી વડનગરની પવિત્ર ભૂમિ પર લોકકલ્યાણ અને વિશ્વશાંતિના ઉમદા હેતુથી આયોજિત ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના મંગલ સાનિધ્યમાં યોજાઈ રહેલા આ ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનમાં સહભાગી થવા લોક સભા અધ્યક્ષ ઓમ બિરલા ગુજરાતની ટુંકી મુલાકાતે આવ્યા છે.
'વિશ્વશાંતિ મહાયજ્ઞ'નું અને યજ્ઞશાળાના દર્શન કરશે.
તેઓ આ મુલાકાત દરમિયાન વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર દર્શન તેમજ પ્રેરણા સ્કુલ અને આર્કિયોલોજીકલ મ્યુઝીયમ અને અન્ય સ્થળો ની મુલાકાત કરવાના છે.
તેમણે આ પ્રવાસ મુલાકાત પ્રારંભ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બેઠક કરી હતી.
ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ શંકર ભાઇ ચૌધરી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ