જામનગરના રબ્બાની પાર્કમાંથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો
એસઓજી પોલીસે મોરકંડા રોડ પર દરોડો પાડી રૂ. ૩૩,૮૦૦ ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી. જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં પોલીસ દ્વારા ''નો ડ્રગ્સ ઇન જામનગર'' અભિયાન અંતર્ગત મોરકંડા રોડ પર આવેલા રબ્બાની પાર્ક વિસ્તારમાંથી રહેણાંક મકાનમાં ગાંજ
ગાંજા સાથે શખસ ઝડપાયો


- એસઓજી પોલીસે મોરકંડા રોડ પર દરોડો પાડી રૂ. ૩૩,૮૦૦ ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી.

જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન અંતર્ગત મોરકંડા રોડ પર આવેલા રબ્બાની પાર્ક વિસ્તારમાંથી રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડી રૂ. ૩૩,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે મોરકંડા રોડ પર રબ્બાની સોસાયટી શેરી નં-૭ માં રહેતા ગુલામહાજી મમદગોસ શેખના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી રૂ. ૨૮,૦૦૦ ની કિંમતનો ૫૭૬ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૩૩,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર મામલે આરોપી ગુલામહાજી મમદગોસ શેખ સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની અટકાયત કરવામાં આવી છે.

આરોપી આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવતો હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande