અમદાવાદ NDPS કેસના 950થી વધુ આરોપીને પોલીસ હેડ ક્વાર્ટરના મેદાનમાં ભેગા કરી સર્વિસ કરી
અમદાવાદ,18 નવેમ્બર (હિ.સ.) નવ નવેમ્બરના દિવસે અમિત શાહે અમદાવાદથી ગુજરાતને ડ્રગ ફ્રી બનાવવાની હાકલ કરી હતી. અમિત શાહે ગુજરાતને 31 ડિસેમ્બર, 2028 સુધીમાં ડ્રગ્સ મુક્ત કરીશું. ડ્રગ્સ અંગે 1033 નંબર પર જાણ કરજો અને જાણ કરનારનું નામ પણ ક્યાંય આવ
More than 950 accused in Ahmedabad NDPS case were gathered and served in the grounds of the police headquarters.


અમદાવાદ,18 નવેમ્બર (હિ.સ.) નવ નવેમ્બરના દિવસે અમિત શાહે અમદાવાદથી ગુજરાતને ડ્રગ ફ્રી બનાવવાની હાકલ કરી હતી. અમિત શાહે ગુજરાતને 31 ડિસેમ્બર, 2028 સુધીમાં ડ્રગ્સ મુક્ત કરીશું. ડ્રગ્સ અંગે 1033 નંબર પર જાણ કરજો અને જાણ કરનારનું નામ પણ ક્યાંય આવશે નહીં. 1033 નંબર પર 1 ડિસેમ્બર પછી ક્યાંય પણ ડ્રગની પડીકીનું વેચાણ હોય તો તમામ નાગરિકોને મારી ખાતરી છે કે, 1033 પર લખાવી દેજો, તમારું નામ ખાનગી રાખવામાં આવશે.

તેના છ જ દિવસમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સરખેજ પોલીસે આજે 15 નવેમ્બરના રોજ સવારે દરોડો પાડી MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી. જુહાપુરામાં લબ્બેક પાર્કના મકાનના ભોંયરામાંથી ડ્રગ્સ બનાવવાનું રો-મટિરિયલ (કેમિકલ) મળી આવ્યું.સરખેજ વિસ્તારના મકાનમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો.

આજે 18 નવેમ્બરે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસના 950થી વધુ આરોપીને શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરના મેદાનમાં એકઠા કરવામાં આવ્યા હતા. મેદાનમાં ચારેબાજુથી સફેદ કપડાથી મંડપ બનાવવામાં આવ્યો હતો જેમાં આરોપીઓ હસતા મોઢે જતા અને લંગડાતા પગે બહાર નીકળતા જોવા મળ્યા હતા. મંડપની ઉપર ડ્રોનથી નજર રાખવામાં આવી હતી.

જેસીપી શરદ સિંઘલે કહ્યું હતું કે, 2028 સુધી ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું છે જેથી પેડલર સામે કાર્યવાહી કરવામાં આવશે. જે પીઆઇના વિસ્તારમાં ડ્રગ્સ વેચાતું હશે તે પીઆઇ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આજે આરોપીઓને બોલાવીને ચેતવણી આપવામાં આવી છે. હવે જે આરોપીઓ ડ્રગ્સ વેચશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ડ્રગ્સ, ગાંજા સહિતના NDPSના કેસના આરોપીઓને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા શાહીબાગના પોલીસ હેડ ક્વાટરના મેદાનમાં બોલાવવામાં આવ્યા હતા. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના 500 અને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ANTF સહિત એજન્સીના 450 એમ 950થી વધુ આરોપીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તમામને એક સાથે બેસાડવામાં આવ્યા હતા.

મંડપમાંથી બહાર નીકળતા આરોપીઓ લંગડાતા હતા. આ તમામ આરોપીઓને ડ્રગ્સ વેચશે તો કડક કાર્યવાહીની ચેતવણી પરોક્ષ રીતે જ આપી દેવામાં આવી.

'તમામ આરોપીને મેદાનમાં બેસાડીને જેસીપી ક્રાઈમે ડ્રગ્સ વેચવા મુદ્દે ચેતવણી આપી હતી. આરોપીઓ હવે ડ્રગ્સ વેચશે તો ગેરકાયદે મકાન તોડી દેવામાં આવશે, જેલમાં નાખીને બેલ(જામીન) પણ નહીં આપવામાં આવે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જેસીપીએ વધુમાં કહ્યું કે, હું માનું છું કે આ એક મોટી લડાઈ છે. જ્યાં સુધી બધી પોલીસ, સ્થાનિક-ક્રાઈમ બ્રાન્ચ-એસઓજી,એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ હોય, એકસાથે મળીને કામ નહીં કરે ત્યાં સુધી રિઝલ્ટ આવશે નહીં. આજે તો અમે આ લોકોને એક ચેતવણી આપી છે, 951 લોકોને કે તમે આ નશાની બદીમાંથી બહાર આવી જજો. એના ઘરવાળાઓને પણ અમે ઇન્સ્ટ્રક્શન આપી અને આ લોકોની પ્રોપર્ટી શું છે, એના ઉપર પણ કામ કરવાનું છે. કોઈ એન્ક્રોચમેન્ટ કરી ગેરકાયદે ઝૂંપડા બનાવી વેચાણ કરતા હોય એના ઉપર પણ કાર્યવાહી કરવાની છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande