પોરબંદરમાં ઓછા પાણીએ પ્રાકૃતિક ખેતી બની આશીર્વાદરૂપ
પોરબંદર , 18 નવેમ્બર (હિ.સ.) : પાણીની મર્યાદિત ઉપલબ્ધતા અને ખેતી ખર્ચમાં સતત વધારાની સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાથી પાણીની બ
પોરબંદરમાં  ઓછા પાણીએ  પ્રાકૃતિક  ખેતી  બની  આશીર્વાદરૂપ.


પોરબંદરમાં  ઓછા પાણીએ  પ્રાકૃતિક  ખેતી  બની  આશીર્વાદરૂપ.


પોરબંદરમાં  ઓછા પાણીએ  પ્રાકૃતિક  ખેતી  બની  આશીર્વાદરૂપ.


પોરબંદરમાં  ઓછા પાણીએ  પ્રાકૃતિક  ખેતી  બની  આશીર્વાદરૂપ.


પોરબંદરમાં  ઓછા પાણીએ  પ્રાકૃતિક  ખેતી  બની  આશીર્વાદરૂપ.


પોરબંદર , 18 નવેમ્બર (હિ.સ.) : પાણીની મર્યાદિત ઉપલબ્ધતા અને ખેતી ખર્ચમાં સતત

વધારાની સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. રાસાયણિક

ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાથી પાણીની બચત

થવાની સાથે જમીનની ફળદ્રુપતા જાળવવામાં અને ખેતી ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળી રહી

છે. પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ગામના પ્રગતિશીલ ખેડૂત ખીમાભાઈ કાનભાઈ

ખિસ્તરીયા પ્રાકૃતિક ખેતી અપનાવીને આ દિશામાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

છે.

છેલ્લાં ત્રણથી ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે

જોડાયેલા ખીમાભાઈ મગફળી, કેળા, મગ અને વિવિધ શાકભાજીનું વાવેતર પ્રાકૃતિક પદ્ધતિથી કરી રહ્યા છે.

ચાલુ વર્ષે પણ તેમણે કેળાનું સફળ વાવેતર કર્યું છે. ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે

છાણિયું ખાતર, ઘન જીવામૃત અને ગૌ-કૃપાઅમૃતમ

બેક્ટેરિયાનો ઉપયોગ કરીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયાસ કરે છે.

આ અંગે ખીમાભાઈ જણાવે છે કે, એક વીઘા જમીનમાં અંદાજે 500 થી 700 લિટર ગૌ-કૃપા અમૃતમ અને 1,000 લિટર જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા જાળવવામાં અને પાકને જરૂરી પોષક તત્ત્વો

પૂરાં પાડવામાં મદદ મળે છે.

પ્રાકૃતિક ખેતીના સૌથી મહત્ત્વના લાભ તરીકે

પાણીની બચતનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે, રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં પિયતની જરૂરિયાત ઓછી રહે

છે. સામાન્ય ખેતી પદ્ધતિમાં જ્યાં પાકને ત્રણ વખત પિયત આપવું પડે છે, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં બે પિયતથી પાક

તૈયાર થઈ શકે છે. પરિણામે એક પિયતની બચત થવાથી પાણીની અછતની પરિસ્થિતિમાં પણ ખેતી

કરવી વધુ અનુકૂળ બને છે.

ખીમાભાઈખિસ્તરીયાનો અનુભવ દર્શાવે છે કે, પ્રાકૃતિક ખેતી માત્ર પાણીની બચત પૂરતી મર્યાદિત નથી, પરંતુ ખેતી ખર્ચ ઘટાડવા અને જમીનની

ફળદ્રુપતા જાળવવા માટે પણ ઉપયોગી બની શકે છે. ઓછા પાણીમાં વધુ કાર્યક્ષમ ખેતી

કરવાની દિશામાં તેમની આ પહેલ પોરબંદર જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી

અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડી રહી છે.

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક

કૃષિ પેદાશોને યોગ્ય બજાર અને વેચાણની સુવિધા મળી રહે તે હેતુથી શહેરના મધ્યમાં

આવેલા તાલુકા પંચાયત કમ્પાઉન્ડ ખાતે ‘અમૃત આહાર મોલ’ શરૂ કરવામાં આવ્યો છે. આ

મોલના માધ્યમથી ખીમાભાઈ ખિસ્તરિયાને પણ તેમના દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કેળાંના

વેચાણ માટે યોગ્ય બજાર મળ્યું છે, જેના

પરિણામે તેમની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande