19 નવેમ્બરે ઉત્રાણથી ગોરખપુર માટે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
સુરત, 18 નવેમ્બર (હિ.સ.) : મુસાફરોની વધતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉત્રાણથી ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા સાથે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09135 ઉત્રાણ–ગોરખપુર સ્પેશિયલ 19 નવેમ્બર 202
19 નવેમ્બરે ઉત્રાણથી ગોરખપુર માટે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે


સુરત, 18 નવેમ્બર (હિ.સ.) : મુસાફરોની વધતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉત્રાણથી ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા સાથે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09135 ઉત્રાણ–ગોરખપુર સ્પેશિયલ 19 નવેમ્બર 2026, ગુરુવારે બપોરે 3:00 વાગ્યે ઉત્રાણ સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે રાત્રે 11:55 વાગ્યે ગોરખપુર પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગ્રા જંક્શન, ટુંડલા જંક્શન, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા અને બસ્તી સહિતના મુખ્ય સ્ટેશનો પર થોભશે. ટ્રેનમાં મુસાફરો માટે સ્લીપર ક્લાસ તેમજ દ્વિતીય શ્રેણીના જનરલ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.

રેલવે દ્વારા જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09135 માટે ટિકિટનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ સેવા વિશેષ ભાડા સાથે માત્ર એક જ ફેરા માટે ચલાવવામાં આવશે. ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને કોચની સંરચના અંગે વધુ માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande