
પોરબંદર , 18 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી બેરેકમાં નજરકેદ રાખવામાં આવેલા
પાકિસ્તાની નાગરિકનું બીમારીના કારણે સારવાર
દરમિયાન મોત નીપજ્યું હતું. 61 વર્ષીય ઇખ્તિયારઅલી ઇબ્રાહીમ જોખીયાને કિડનીની બીમારી તેમજ પેટમાં
પાણી ભરાવાની તકલીફ હોવાથી પ્રથમ ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
મળતી વિગતો મુજબ, ઇખ્તિયાર અલીઇબ્રાહીમ જોખીયા મૂળ પાકિસ્તાનના કરાચી જિલ્લાના થઠ્ઠા તાલુકાના મીરપુર ગામના રહેવાસી હતા. તેઓ પાકિસ્તાની નાગરિક હોવાથી પોરબંદર નવીબંદર પોલીસ
સ્ટેશનમાંવર્ષ 2023માં MZI એક્ટની કલમ-3 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તેમને
પકડી પાડવામાં આવ્યા હતા.તેમની સજાની મુદત તા.22 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા બાદ પણ તેમને પોલીસ હેડક્વાર્ટરની બેરેકમાં નજરકેદ
રાખવામાં આવ્યા હતા. દરમિયાન કિડનીની બીમારી અને પેટમાં પાણી ભરાવાની તકલીફના કારણે તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.જોકે, સારવાર કારગત નીવડી ન હતી અને તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya