ટાટ-HS 2026ના મૂલ્યાંકનમાં પારદર્શિતાની માંગ સાથે પાટણના ઉમેદવારોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના TAT-HS 2026 મુખ્ય પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા અંગે ઉદ્ભવેલા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ
TAT-HS 2026ના મૂલ્યાંકનમાં પારદર્શિતાની માંગ સાથે પાટણના ઉમેદવારોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું


TAT-HS 2026ના મૂલ્યાંકનમાં પારદર્શિતાની માંગ સાથે પાટણના ઉમેદવારોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના TAT-HS 2026 મુખ્ય પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા અંગે ઉદ્ભવેલા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોએ પરિણામ અંગેની અસમંજસ દૂર કરવા તેમજ મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

ઉમેદવારોએ આવેદનપત્રમાં કુલ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. જેમાં દરેક ઉમેદવારને તપાસેલી ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવા, પ્રશ્નવાર ગુણ અને માર્કિંગ સ્કીમ જાહેર કરવા તેમજ મૂલ્યાંકન પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી હતી. ઉમેદવારોના જણાવ્યા મુજબ, આ પગલાંથી પરીક્ષાના પરિણામ અંગેની શંકાઓ દૂર થશે અને મૂલ્યાંકન પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.

આ ઉપરાંત, મૂલ્યાંકનથી અસંતોષ ધરાવતા ઉમેદવારો માટે પુનઃમૂલ્યાંકનની વ્યવસ્થા શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સાથે જ સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ માટે એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરી ઉમેદવારોની ફરિયાદોનું ચોક્કસ સમયમર્યાદામાં નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ઉમેદવારોએ વહીવટી તંત્ર સમક્ષ તેમની ચારેય માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવવાની અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande