સુરતના લસકાણામાં પોલીસની કાર્યવાહી: બેગમાં પાર્સલની અંદર છુપાવેલી પિસ્તોલ સાથે મુંબઈનો યુવક ઝડપાયો
સુરત, 18 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે સ્વામિનારાયણ મિશન સ્કૂલથી વાવ તરફ જતા માર્ગ પર રેલવે ગરનાળા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયા
Police Action in Laskana


સુરત, 18 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે સ્વામિનારાયણ મિશન સ્કૂલથી વાવ તરફ જતા માર્ગ પર રેલવે ગરનાળા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક યુવકને અટકાવી તેની બેગની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે બેગ તપાસતા અંદરથી એક પાર્સલ મળી આવ્યું હતું. પાર્સલ ખોલતાં તેમાં પીળી થેલી જોવા મળી હતી, જેમાં છુપાવીને રાખેલી પિસ્તોલ મળી આવી હતી. પોલીસે યુવકની ઓળખ આશીષ રાકેશભાઈ વિશ્વકર્મર તરીકે કરી છે. 18 વર્ષ અને 9 દિવસનો આ યુવક મૂળ મુંબઈના કુર્લા વેસ્ટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

હથિયાર રાખવા માટે કોઈ માન્ય લાયસન્સ કે પરવાનગી ન હોવાના કારણે પોલીસે યુવક વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની સંબંધિત કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીએ આ પિસ્તોલ કોની પાસેથી મેળવી હતી અને તેને સુરત લાવવાનો હેતુ શું હતો. સાથે જ તેના અગાઉના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande