
પોરબંદર , 18 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના વિસાવાડા ગામના ખારા વિસ્તારની સીમમાં વાડી ખાતે રહેતા અને
વેપાર-ખેતીનો વ્યવસાય કરતા વેજાભાઈ લાખાભાઈ ઓડેદરા (ઉ.વ. 45 ) માછલીની થેલી લઈને સાહેદ સાથે મોટરસાઇકલ પર દરિયાકાંઠે જતા હતા
ત્યારે રસ્તામાં નાગો ઉર્ફે નગાજણ લખમણ ઓડેદરા (રહે. વિસાવાડા ગામ)એ મોટરસાઇકલ રોકાવી હતી.
ફરિયાદ મુજબ, આરોપીએ ફરિયાદીનો કાઠલો પકડી મોટરસાઇકલ અંગે કેમ ના પાડી તેમ કહી ગમે તેવી ગાળો આપી હતી.
ત્યારબાદ શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારી ગળું
દબાવ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ જાનથી મારીનાખવાની ધમકી આપતાં જણાવ્યું હતું કે, આજે તને જીવતો જવા દેવો નથી. વધુમાં પોતે
થોડા દિવસ પહેલાં જેલમાંથી છૂટીને આવ્યો
હોવાનું જણાવી ફરિયાદ કરશો તો પતાવી દેવાની અને જામીન પર છૂટી જવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ, રસ્તામાં આંતરી મારામારી કરી જાનથી
મારીનાખવાની ધમકી આપવા અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya