સિદ્ધપુર શહેર અને તાલુકા મંડળની ટિફિન બેઠક યોજાઈ, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત રહ્યા ઉપસ્થિત
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર શહેર અને તાલુકા મંડળ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ ઘરે
સિદ્ધપુર શહેર અને તાલુકા મંડળની ટિફિન બેઠક યોજાઈ, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત રહ્યા ઉપસ્થિત


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર શહેર અને તાલુકા મંડળ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ ઘરેથી પોતપોતાનું ટિફિન લાવી સામૂહિક રીતે ભોજન કર્યું હતું. સૌએ સાથે બેસીને ભોજન કરી પરસ્પર સંવાદ અને સંગઠનાત્મક ચર્ચા કરી હતી.

ભોજન બાદ યોજાયેલી બેઠકમાં સંગઠનની આગામી પ્રવૃત્તિઓ, જનસેવાના વિવિધ કાર્યો તેમજ આવનારા કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેમના વિચારો અને સૂચનો જાણ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ પણ સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં નંદાજી ઠાકોર, સંજયભાઈ પટેલ, સતિષભાઈ ઠક્કર, કૌશલભાઈ જોશી, મુકેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, મિહિરભાઈ પાધ્યા, અશોકભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, મહેશભાઈ દેસાઈ, જસુભાઈ પટેલ અને પ્રહલાદભાઈ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. આ ઉપરાંત મંડળના મહામંત્રીઓ, નગરપાલિકાના સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande