દુબઈથી ગેંગ ઓપરેટ કરી વાપીના સોની વેપારી પાસે પાંચ કરોડની ખંડણીની માંગણી: હત્યાના પ્રયાસમાં પંજાબના ત્રણ સાગરીતો ઝડપાયા
વાપી, 18 નવેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના વાપીમાં પાંચ કરોડ રૂપિયાની ખંડણી મેળવવાના ઇરાદે સોની વેપારીના પરિવાર પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના ચકચારી કેસમાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. દુબઈથી ગેંગનું સંચાલન કરતો હોવાનો આરોપ ધરાવતા હરજ
હત્યાના પ્રયાસ અને ખંડણીના ગુનામાં પંજાબના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા.


વાપીના અભિષેક જ્વેલર્સના વેપારી પાસે પાંચ કરોડની ખંડણી માંગવાના મામલે તપાસ તેજ.


પ્રેસ કોન્ફરન્સ સુરત રેન્જ IG પ્રેમ વીર સિંહે પત્રકાર પરિષદમાં સમગ્ર ગુનાનો ખુલાસો કર્યો.


વાપી, 18 નવેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના વાપીમાં પાંચ કરોડ રૂપિયાની ખંડણી મેળવવાના ઇરાદે સોની વેપારીના પરિવાર પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના ચકચારી કેસમાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.

દુબઈથી ગેંગનું સંચાલન કરતો હોવાનો આરોપ ધરાવતા હરજિન્દર ઉર્ફે હેરી ઢીલ્લોનના ત્રણ સાગરીતોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આ સમગ્ર કેસ અંગે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહે ખુદ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો જાહેર કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ગત 3 નવેમ્બરે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ અને વોઇસ મેસેજ દ્વારા વેપારી પાસે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ખંડણી નહીં આપે તો વેપારી અને તેના નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ 17 નવેમ્બરે મહાત્મા ગાંધી માર્કેટ સ્થિત શોપિંગ સેન્ટરના જનરલ વોશરૂમ પાસે વેપારીના નાના ભાઈ પર છરી અને કોયતા જેવા ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આરોપીઓમાં લવપ્રીતસિંહ નિર્મલસિંહ (ઉંમર 30), રહેવાસી ચૌધા ગામ, તાલુકો અજનાલા, જિલ્લો અમૃતસર; જુગરાજ ઉર્ફે યુવરાજ સુખદેવસિંહ (ઉંમર 35) અને અમોલકસિંહ બક્ષીસસિંહ (ઉંમર 30), બંને રહેવાસી વરિંગ સુબા ગામ, તાલુકો ખડુર સાહિબ, જિલ્લો તરનતારન, પંજાબનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી હેરી ઢીલ્લોનના કહેવાથી હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું. હુમલાનો વીડિયો બનાવી દુબઈમાં બેઠેલા હેરી ઢીલ્લોનને મોકલવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. હુમલા માટે દરેકને 50 હજાર રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું.

વલસાડ LCB, SOG અને વાપી ટાઉન પોલીસની સંયુક્ત ટીમે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. વાપી કોર્ટમાંથી આઠ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સમગ્ર નેટવર્ક અને મુખ્ય આરોપી હેરી ઢીલ્લોનની ભૂમિકા અંગે વધુ તપાસ SOG દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande