પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામે શાળા અને બાલમંદિર પાસે સ્પીડ બ્રેકર મૂકવા ગ્રામજનોની ઉગ્ર માંગ: બાળકોની સુરક્ષા સામે જોખમ
છોટાઉદેપુર,18 નવેમ્બર (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામે પ્રાથમિક શાળા તેમજ બાળમંદિર નજીક સ્પીડ બ્રેકર મૂકવા માટે ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે. પાવીજેતપુર તાલુકાના મોરાડુંગ
પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામે શાળા અને બાલમંદિર પાસે સ્પીડ બ્રેકર મૂકવા ગ્રામજનોની ઉગ્ર માંગ: બાળકોની સુરક્ષા સામે જોખમ


છોટાઉદેપુર,18 નવેમ્બર (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામે પ્રાથમિક શાળા તેમજ બાળમંદિર નજીક સ્પીડ બ્રેકર મૂકવા માટે ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે.

પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામ ખાતે પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં શાળાની નજીકમાં જ બાળમંદિર પણ આવેલું છે. બંને શૈક્ષણિક સંસ્થાઓ મુખ્ય માર્ગથી તદ્દન અડીને આવેલી હોવાથી અહીં દરરોજ નાના ભૂલકાંઓની મોટી સંખ્યામાં અવરજવર રહે છે. ભૂતકાળમાં બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી આ સ્થળે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા.

જોકે, પાનવડથી ચલામલી સુધીના માર્ગનું નવું નિર્માણ કાર્ય હાથ ધરાયા બાદ અગાઉના સ્પીડ બ્રેકર હટાવી લેવાયા હતા અને ત્યાર બાદ નવા બંપ બનાવવામાં આવ્યા નથી. હાલમાં આ નવા બનેલા ડામર રોડ પરથી વાહનચાલકો પુરપાટ ઝડપે વાહનો હંકારી રહ્યા છે, જેના કારણે શાળા-બાળમંદિરે જતા માસૂમ બાળકોના જીવ સામે અકસ્માતનું ગંભીર જોખમ ઊભું થયું છે.

ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તે પહેલાં સાવચેતીના પગલારૂપે તંત્ર તાત્કાલિક જાગે તેવી ગ્રામજનોની માંગ છે. મોરાડુંગરીના રહિશોએ તંત્ર સમક્ષ તાકીદે બંને સ્થળોએ ફરીથી સ્પીડ બ્રેકર બનાવવાની સાથે માર્ગ સુરક્ષા દર્શાવતા સાઇનબોર્ડ લગાવવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande