પોરબંદરમાં નર્મદાની વધારાની લાઇનનું કામ શરૂ
પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં આ વર્ષે વરસાદની ભારે અછત અને દુષ્કાળ જેવી સ્થિતિના કારણે શહેરને પાણી પૂરું પાડતા ખંભાળાઅને ફોદાળા ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. બંને ડેમમાં પાણીની ઘટતી સપાટી આગામી દિવસોમાં શહેરના જળપુરવઠા સામ
પોરબંદરમાં  નર્મદાની વધારાની  લાઇનનું  કામ શર.


પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં આ વર્ષે વરસાદની ભારે અછત અને દુષ્કાળ જેવી સ્થિતિના કારણે શહેરને પાણી પૂરું પાડતા ખંભાળાઅને ફોદાળા ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. બંને ડેમમાં પાણીની ઘટતી સપાટી આગામી દિવસોમાં શહેરના જળપુરવઠા સામે પડકાર ઊભો કરી રહી છે.

હાલ ખંભાળા ડેમમાં 16.98 ટકા અને ફોદાળાડેમમાં 16.36 ટકા પાણી બચ્યું છે. શહેરમાં હાલ ત્રણથી ચાર દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આગામી ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા ન સર્જાય તેમાટે મનપાના મેયર સાગર મોદી દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે અંદાજે રૂ.4 કરોડનો વર્મી પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો

છે. આ પ્રોજેક્ટની કામગીરી એક સપ્તાહ પહેલાં શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પાણી પુરવઠા બોર્ડ અને મનપાના સંયુક્ત પ્રયાસોથી જામનગર ચોકડી પાસે નર્મદા પાઇપલાઇનમાં ક્રોસિંગ અને વધારાની લાઇન નાખવાની કામગીરી હાથધરવામાં આવી છે.

આ લાઇન મનપાની પાઇપલાઇન સાથે જોડાયા બાદ રોજનું 30 MLD નર્મદાનું પાણી મળી શકશે. આ કામગીરી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande