પાટણ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહનો પ્રારંભ, જનજાગૃતિ રેલી યોજાઈ
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. ‘એક આરોગ્ય, એક પહેલ : એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને આજે જ અટકાવો’ થીમ સાથે
પાટણ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહનો પ્રારંભ, જનજાગૃતિ રેલી યોજાઈ


પાટણ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહનો પ્રારંભ, જનજાગૃતિ રેલી યોજાઈ


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. ‘એક આરોગ્ય, એક પહેલ : એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને આજે જ અટકાવો’ થીમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં એન્ટિબાયોટિક દવાઓના બિનજરૂરી અને વધુ પડતા ઉપયોગથી થતા જોખમો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ભાવિક પટેલે જણાવ્યું હતું કે જૂના પ્રિસ્ક્રિપ્શનના આધારે પોતાની રીતે દવાઓ ખરીદવાથી દવાની અસરકારકતા ઘટી શકે છે અને સૂક્ષ્મજીવોમાં દવાઓ સામે પ્રતિકારક શક્તિ વિકસી શકે છે.

તેમણે નાગરિકોને તબીબી નિષ્ણાતની સલાહ વિના એન્ટિબાયોટિક દવાઓ ન લેવા અપીલ કરી હતી. એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR)ના કારણે સામાન્ય ચેપની સારવાર પણ મુશ્કેલ બની શકે છે, તેથી દવાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, આઈ.એમ.એ. પ્રમુખ ડૉ. પ્રતિક શાસ્ત્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સપ્તાહના પ્રારંભે નાગરિકોમાં એન્ટિબાયોટિક દવાઓનો યોગ્ય ઉપયોગ, વ્યક્તિગત સ્વચ્છતા અને ચેપ અટકાવવા અંગે જાગૃતિ ફેલાવવા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. અંતે ઉપસ્થિત લોકોએ AMR સામે સામૂહિક જવાબદારી નિભાવવાનો અને તબીબી સલાહ મુજબ જ દવાઓના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande