રાજકોટ જિલ્લાના વિંછીયામાં ગાંજાના ગેરકાયદે 3.52 કરોડના 705 કિલો ગાંજા સાથે 55 વર્ષના ખેડૂતની ધરપકડ
રાજકોટ,18 નવેમ્બર (હિ.સ.) નવ નવેમ્બરના દિવસે અમિત શાહે અમદાવાદથી ગુજરાતને ડ્રગ ફ્રી બનાવવાની હાકલ કરી હતી. તેના છ જ દિવસમાં શહેરના સરખેજ વિસ્તારના મકાનમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ત્યારે હવે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિંછીયા
55-year-old farmer arrested with 705 kg of illegal marijuana worth Rs 3.52 crore in Vinchiya, Rajkot district


રાજકોટ,18 નવેમ્બર (હિ.સ.) નવ નવેમ્બરના દિવસે અમિત શાહે અમદાવાદથી ગુજરાતને ડ્રગ ફ્રી બનાવવાની હાકલ કરી હતી. તેના છ જ દિવસમાં શહેરના સરખેજ વિસ્તારના મકાનમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ત્યારે હવે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિંછીયા તાલુકામાં ગાંજાના ગેરકાયદે વાવેતર સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરીને 705.490 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસે કબજે કરેલા માદક પદાર્થની કિંમત 3.52 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ મામલે છાસિયા ગામના ઝરડા સીમ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ જસદણ અને વિંછીયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એસઓજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે છાસિયા ગામની ઝરડા સીમ વિસ્તારમાં રહેતો સવશી મીઠાપરા પોતાની માલિકીની વાડીમાં ગાંજાનું વાવેતર કરતો હતો. એટલું જ નહીં, ગાંજાના છોડ કાપીને વાડીના શેઢે સુકવવા માટે રાખવામાં આવ્યા હતા.

પોલીસને મળેલ બાતમીના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.પારગી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.જે.ઝાલા સહિતની ટીમે વાડીમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સ્થળ પરથી ગાંજાના લીલા છોડનો કુલ 705 કિલો 490 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થાની કિંમત 3,52,74,500 આંકીને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ મામલે સવશી મીઠાપરા વિરુદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર જણાવવામાં આવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મીઠાપરા દ્વારા પોતાની પાંચ વીઘા જમીનમાં તુવેર તેમજ મકાઈની આડમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મીઠાપરા દ્વારા પોતે આર્થિક સંકળામણનો સામનો કરતો હોવાના કારણે શોર્ટકટના રસ્તે આર્થિક ઉપાર્જન કરવાના ઇરાદે ગાંજાનું વાવેતર કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande