જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી સપ્તાહના અંતિમ દિને માંડવી ખાતે મહિલા સંમેલન યોજાયું
સુરત, 18 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સુરત જિલ્લામાં ચાલી રહેલા ‘જનજાતિય ગૌરવ સપ્તાહ''ના અંતિમ દિને માંડવી ઓડિટોરિયમ ખાતે આદિજાતિ મહિલા સંમેલન યોજાયુ હતું. જેમાં મહાનુભાવોને હસ્તે વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપ
women's conference was held


સુરત, 18 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સુરત જિલ્લામાં ચાલી રહેલા ‘જનજાતિય ગૌરવ સપ્તાહ'ના અંતિમ દિને માંડવી ઓડિટોરિયમ ખાતે આદિજાતિ મહિલા સંમેલન યોજાયુ હતું. જેમાં મહાનુભાવોને હસ્તે વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા વિધવા સહાય અને ICDS હેઠળની બાળશક્તિ સહિતની યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ તેમજ મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી, મહિલા સુરક્ષા, પોષણ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય વક્તા વલસાડ જિ.પં. પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે,ભારત જેવી પૂણ્ય ભૂમિમાં જન્મ લેવાનું ગૌરવ દરેક સ્ત્રીને હોવું જોઈએ. જ્યાં સ્ત્રીને દૈવત્વ સમાન સ્થાન અપાયું છે. સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓને શિક્ષિત-દીક્ષિત કરવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ સ્વાભિમાન અને ગૌરવભેર જીવન વ્યતિત કરી શકે તે માટે તેઓને આર્થિક પગભર બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક સહાયલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. તેમણે મહિલાઓને પોતાની કળા કૌશલ્યને પારખી તેને ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા અપાતી વિવિધ યોજનાનો લાભ લઇ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન આપ્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગર્ભસ્થ શિશુથી લઈને તેના જન્મ બાદ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય, લગ્ન, રહેઠાણ, આર્થિક સશક્તિકરણની અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. આર્થિક સ્વાવલંબનની સાથે જ સ્ત્રીઓના આરોગ્યની દરકાર કરીને મહિલાઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય અપાયું છે. પુર્ણા શક્તિ, ટેક હોમ રાશન અને માતૃવંદના યોજનાથી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્યની કાળજી કરવામાં આવે છે. જેથી સુપોષિત અને સશક્ત સ્ત્રી સમાજ અને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે.

વધુમાં તેમણે દરેક મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને પ્રાકૃતિક ખેતી સહિતની દેશહિતની મુહિમમાં જાગૃત નાગરિક તરીકે ભાગ લેવા અને ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ફાળો આપવા આહવાન કર્યું હતું.

ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સૌ પ્રથમ વાર સ્થાનિક સ્વરાજયમાં મહિલાઓને અનામત અપાવી સમાજમાં તેમનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારે દીકરીઓને કન્યા કેળવણી, સુરક્ષા, સ્વાસ્થ્ય અને રોજગારીમાં પુરૂષ સમોવડી બનાવી છે.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ જેવા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજી મતી દ્રોપદી મૂર્મુએ સમગ્ર આદિજાતિ મહિલાઓને ગૌરવ અપાવ્યું છે. તેમણે ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’ તેમજ ‘વિકસિત ભારત’ની પરિકલ્પનામાં નારી શક્તિને વિશિષ્ટ સ્થાન આપ્યું છે.

વધુમાં ધારાસભ્યએ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને યોગદાન, સામાજિક કુરિવાજો સામેની તેમની લડતને યાદ કરી સૌ કોઈને સમાજ અને દેશના અવિરત વિકાસ માટે સમર્પિત થવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશભાઈ ગીરાસેએ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અને સેવાઓ વિશે સમજ આપી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ વેળાએ રાજ્ય સરકારના સ્વસહાય જૂથમાં જોડાઈ આર્થિક રીતે સશક્ત બનેલી બહેનોએ પોતાના પ્રતિભાવ રજૂ કરી અન્ય બહેનોને પણ પોતાની કલા અને કૌશલ્ય અનુરૂપ કાર્ય કરી આર્થિક રીતે પગભર બનવા પ્રેરણા આપી હતી. અન્ય પ્રગતિશીલ મહિલાઓએ વ્યક્તવ્ય રજૂ કરી સૌ મહિલાઓને વિવિધ યોજનાના લાભ લેવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે જિ.વિકાસ અધિકારી દેવેન્દ્ર મીના, નગરપાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, જિ.બાળ વિકાસ યોજના અધિકારી અંકિતાબેન ગામીત, માંડવી પ્રાંત અધિકારી સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande