જામનગર શહેર-જિલ્લામાં જુગારના 3 દરોડા : 17 ઝડપાયા
જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) જામનગરના જુના રેલ્વે સ્ટેશન નજીક ઢાબા પાસે, ગોકુલનગરની પ્રજાપતી સોસાયટી વિસ્તાર અને શાપર વાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, ત્રણ સ્થળે પાડેલા દરોડામાં 3 મહિલા સહિત 17 જુગારીની રોકડ અને સાહિત્ય સાથે અટ
જુગાર


જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) જામનગરના જુના રેલ્વે સ્ટેશન નજીક ઢાબા પાસે, ગોકુલનગરની પ્રજાપતી સોસાયટી વિસ્તાર અને શાપર વાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, ત્રણ સ્થળે પાડેલા દરોડામાં 3 મહિલા સહિત 17 જુગારીની રોકડ અને સાહિત્ય સાથે અટક કરવામાં આવી હતી.

જામનગરના જુના સ્ટેશન ફૌજી ઢાબા સામે મંદિર નજીક જાહેરમાં ગોળ કુંડાળુ વાળીને તિનપતીનો જુગાર રમતા ગુલાબનગરના યોગેશ્ર્વરનગરમાં રહેતા વેપાર કરતા જયશ ધિરૂ પરમાર, ભિમવાસના દિલીપ ગોવિંદ ડાભી, ઇકબાલ હુશેન નગામણા, વેલનગરના હર્ષ જીજ્ઞેશ રાઠોડ, જુના સ્ટેશન પાસે રહેતા અશ્ર્વીન રણછોડ ચૌહાણ, ભીમવાસમાં રહેતા કાદર સીદીક વાંઢા અને રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના શખ્સોને દરોડા દરમ્યાન સીટી-બી ડીવીઝન પોલીસે પકડી લીધા હતા. પટ્ટમાંથી રોકડા 11420 અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.

બીજા દરોડામાં શહેરના ગોકુલનગરમાં આવેલ પ્રજાપતી સોસાયટી શેરી નં.8 માં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા પ્રજાપતી સોસાયટીમાં રહેતી તેજલબા ભરતસિંહ જાડેજા, ખીમલીયા ગામના જીજ્ઞાસાબેન હાર્દિક રાઠોડ, પ્રજાપતી સોસાયટીના જાનુબેન ઉર્ફે ઝાંઝીબેન ચના કરમુર અને નકુમ ટ્રેડર્સ પાસે રહેતા બટુક ઉર્ફે બળદેવ નવઘણ રૂજાતળાની અટકાયત કરી રોકડ 14500 અને ગંજીપતા કબ્જે કરવામાં આવ્યા હતા.

ત્રીજા દરોડામાં જામનગર નજીક શાપર વાડી વિસ્તાર તળાવના કાંઠે ગંજીપતા વડે જુગાર રમતા શાપર ગામના ગૌતમ ઉર્ફે ભુટો પેથાભાઇ ભાંભી, જયંતિ છગન ગામી, જીતેશ નાથા બોડા, જુસબ ખમીશા સોઢા, મગન વિરજી ભેસદડીયા, સંજય ઉર્ફે લાલો લલીત હિંસુ (રહે બધા શાપર ગામ)ને રોકડા 42210 અને ગંજીફા સાથે દબોચી લીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande