મુખ્યમંત્રીનો ગરબાડા દાહોદ પ્રવાસ: જિલ્લા અધિકારીઓ સાથે વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજી
ગરબાડા તાલુકા પંચાયતમાં જનસુનાવણીમાં નાગરિક રજૂઆતો સાંભળી દાહોદ/ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિજાતી વિસ્તાર ગરબાડા દાહોદની 72 કલાકની મુલાકાતે છે. મુખ્યમંત્રી એ તેમના પ્રવાસના બીજા દિવસે ધાનપુર તાલુકામાં આવેલા રતનમહ
મુખ્યમંત્રીનો ગરબાડા દાહોદ પ્રવાસ


મુખ્યમંત્રીનો ગરબાડા દાહોદ પ્રવાસ


- ગરબાડા તાલુકા પંચાયતમાં જનસુનાવણીમાં નાગરિક રજૂઆતો સાંભળી

દાહોદ/ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિજાતી વિસ્તાર ગરબાડા દાહોદની 72 કલાકની મુલાકાતે છે. મુખ્યમંત્રી એ તેમના પ્રવાસના બીજા દિવસે ધાનપુર તાલુકામાં આવેલા રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.

રતનમહાલમાં વન વિભાગના હોલમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે એક ટૂંકી બેઠક યોજીને તેમણે જિલ્લાના વિવિધ વિકાસકામોની પ્રગતિ તથા આયોજનની સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રી એ ગરબાડા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત પણ લીધી હતી. અને જન સુનાવણી અંતર્ગત સ્થાનિક નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તથા તંત્ર વાહકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે આ દરમિયાન જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મુળભૂત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યાં છે.

આદિજાતિ વિસ્તારોમાં આ યોજનાકીય લાભો પહોંચવાથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યુ છે અને અંતરિયાળ વિસ્તારોના છેવાડાના લોકો વિકાસની મુખ્યધારામાં આવ્યાં છે.

આ વેળાએ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, પ્રભારી સચિવ વિજય ખરાડી, દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande