
અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) અમરેલી: અમરેલી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને મોટી સફળતા મળી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2005માં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 21 વર્ષથી નાસતો ફરતો અને પોલીસ ચોપડે લીસ્ટેડ આરોપીને અમરેલી LCBની ટીમે ઝડપી પાડ્યો છે. ટેક્નિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે ઉત્તર પ્રદેશમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ સૂચનાના આધારે અમરેલી LCB પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ LCBની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 228/2005, IPC કલમ 363 અને 366 હેઠળના અપહરણના ગુનામાં છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપી અંગે ટેક્નિકલ સોર્સ અને બાતમીના આધારે માહિતી મેળવી હતી.
પોલીસે ઉત્તર પ્રદેશના બેહરાઇચ જિલ્લાના શંકરપુર ગામના રહેવાસી રમેશ રામબેલાસ ઉર્ફે રામવીલાસ યાદવ ને ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે રાજુલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા, એ.એસ.આઇ. બહાદુર વાળા, હેડ કોન્સ્ટેબલ લીલેશ બાબરીયા, ગોકુળ કલોતરા, જનક હીમાસીયા, તુષાર પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળા અને અશોક સોલંકીએ મહત્વની કામગીરી કરી હતી.
આમ, બે દાયકાથી વધુ સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આરોપીને ઝડપી પાડવામાં અમરેલી LCBને સફળતા મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai