વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો શાનદાર પ્રારંભ
અમદાવાદ, 19 નવેમ્બર (હિ.સ.) : દેશના તમામ પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા અને પરસ્પર ભાઈચારો વધારવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આજે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર
રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવ


રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવ


રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવ


અમદાવાદ, 19 નવેમ્બર (હિ.સ.) : દેશના તમામ પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા અને પરસ્પર ભાઈચારો વધારવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આજે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’નો પ્રારંભ થયો છે. ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવનો રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે દેશભરમાંથી પધારેલા ખેલાડીઓ, અધિકારીઓને આવકારતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને આ રાષ્ટ્રીય ક્લસ્ટરની યજમાની મળી છે, જે સમગ્ર પોલીસ પરિવાર માટે ગૌરવની વાત છે. કેરળ અને ઉત્તર પ્રદેશ પોલીસે શરૂ કરેલી આ પરંપરાને આગળ ધપાવતા ૧૦ કેન્દ્રીય પોલીસ સંગઠનો, ૨૪ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૩૮ ટીમોની આ સહભાગિતા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને જીવંત કરે છે. સ્પર્ધામાં ૨૫૧ મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે, જેઓ કાયદો-વ્યવસ્થાની ફરજોની સાથે રમતના મેદાનમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

પોલીસ સેવા અને રમતોના મહત્વ વિશે વાત કરતા રાજ્ય પોલીસવડાએ ઉમેર્યું હતું કે, અનિશ્ચિત અને તણાવપૂર્ણ ફરજ વચ્ચે રમતગમત પોલીસકર્મીઓને શારીરિક રીતે ચુસ્ત અને માનસિક રીતે સશક્ત બનાવે છે. રમતો પ્રેશર દરમિયાન યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, ધીરજ અને ટીમ ભાવના કેળવે છે, જે ફરજના મોરચે વધુ આત્મવિશ્વાસ સાથે સેવા કરવામાં મદદરૂપ થાય છે. આ સ્પર્ધાનો મૂળ હેતુ માત્ર મેડલ જીતવાનો નહીં, પરંતુ વિવિધ રાજ્યો અને દળો વચ્ચે મિત્રતા અને પરસ્પર સંકલન મજબૂત કરવાનો છે.

ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા મલિકે પોતાના રાજ્ય અને દળના ગૌરવ માટે પૂરા જોશથી રમવા, વર્દીની ઓળખ સમા અનુશાસન સાથે અમ્પાયરોના નિર્ણયોનું સન્માન કરવા અને સાચી ખેલદિલી જાળવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે રમતના મેદાનમાં કોઈ ક્યારેય હારતું નથી; વ્યક્તિ કાં તો જીતે છે અથવા કંઈક નવું શીખે છે. તેમણે આયોજન સમિતિ, વિવિધ વ્યવસ્થાપન સમિતિઓ અને સ્વયંસેવકોની મહેનતની સરાહના કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દેશભરમાંથી પધારેલા તમામ ખેલાડીઓ, ટીમ મેનેજરો, કોચ, ટેકનિકલ અધિકારીઓ અને મહાનુભાવોનું ગુજરાત પોલીસ વતી હાર્દિક સ્વાગત કરતા અધિક પોલીસ મહાનિદેશક (આર્મ્ડ યુનિટ્સ) પિયુષ પટેલે સ્પર્ધાની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરમાંથી કુલ ૩૮ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં બંને રમતોમાં કુલ ૧,૧૫૨ ખેલાડીઓ પોતાની રમતગમત પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.

રાજ્ય પોલીસવડા દ્વારા ટુર્નામેન્ટના પ્રારંભની સત્તાવાર જાહેરાત બાદ ફ્લેગ હોસ્ટિંગ સેરેમની યોજાઈ હતી. ઉપસ્થિત તમામ ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક રમવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૯ થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનાર આ ટુર્નામેન્ટમાં ૮૯૦ પુરુષ અને ૨૭૨ મહિલા ખેલાડીઓ સહિત ૧,૧૫૨ અધિકારીઓ અને જવાનો પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રમતના મેદાનમાં હોદ્દાના ભેદભાવ વિના ૪૬૩ ગેઝેટેડ ઓફિસર્સ અને ૬૯૯ નોન-ગેઝેટેડ ઓફિસર્સ ખભે-ખભો મિલાવીને કૌશલ્ય દર્શાવશે. યજમાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, કેરાલા, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ઝારખંડ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઓડિશા સહિતના રાજ્યો તથા વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), CRPF, NDRF, ઇન્ટેલિજન્સ બ્યુરો, CISF અને BSF જેવા કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સંસ્થાઓની ટીમો આ મુકાબલાઓમાં ભાગ લઈ રહી છે.

તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭ના ઉદ્ઘાટન સમારોહમાં સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ડીજીપી કે. એલ. એન રાવ, ઇન્ટેલિજન્સ બ્યુરોના એડિશનલ ડિરેક્ટર રાજીવ આહિર, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ મહાનિદેશક (આર્મ્ડ યુનિટ્સ) પિયુષ પટેલ, આઇજી એડમિન ગગનદીપ ગંભીર સહિત રાજ્ય પોલીસ અને તેના વિવિધ વિભાગો તથા વિવિધ રાજ્યોના પોલીસ દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande