
ભાવનગર,19 નવેમ્બર (હિ.સ.)ભાવનગરમાં રોજગાર મેળવવા ઇચ્છુક યુવાનો અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની તક ઊભી થઈ છે. યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા આગામી 20 નવેમ્બર, 2026ના રોજ જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 કલાકે શરૂ થનારા આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજે પાંચ કંપનીઓ ભાગ લેશે.
ભરતી મેળામાં સુપરવાઈઝર, એન્જિનિયર, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, મેનેજર, બેંક ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર, પ્રોડક્શન સુપરવાઈઝર, ક્વોલિટી કંટ્રોલર, ફેકલ્ટી અને ક્યુ.સી. કેમીસ્ટ સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ ભરતીમાં બી.ઈ. મિકેનિકલ, બી.ઈ. પ્રોડક્શન, એમ.કોમ., એમ.એ., એમ.એસ.ડબલ્યુ., એમ.બી.એ., એમ.સી.એ., એમ.એસ.સી. આઈ.ટી., એમ.એસ.સી. કેમિસ્ટ્રી, બી.એસ.સી. કેમિસ્ટ્રી તેમજ ડિપ્લોમા મિકેનિકલ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
ઇચ્છુક ઉમેદવારોએ ચાર બાયોડેટા (રિઝ્યૂમે)ની નકલો સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-4/6, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહી ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે.
રોજગાર મેળવવા ઇચ્છુક લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ભરતી મેળાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રનો સંપર્ક કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA