
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) : આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતાં પોરબંદર
જિલ્લામાં જળસંકટની ગંભીર અસર જોવા મળી રહી છે.
ડેમ, નદીઓ, તળાવો, વોકળા, વાવ, કૂવા અને બોર જેવા જળસ્રોતોમાં પાણી ખૂટી જતાં જગતનો તાત
મુશ્કેલીમાં મુકાયો છે. ખેતીના પાકને બચાવવા તેમજ પશુઓ માટે ઘાસચારા અને પીવાના પાણીની વ્યવસ્થા
કરવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
પોરબંદરના બરડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં
ખેડૂતો ભૂગર્ભજળની શોધમાં બોરવેલ કરાવી રહ્યા છે.
છેલ્લા ચાર મહિનાથી ખેડૂતો દ્વારા વાવ અને કૂવામાં
આડા બોરિંગ તેમજ ખેતરોમાં નવા બોરવેલ કરવાની
કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. પાણીના
સ્ત્રોત શોધવા માટે ખેડૂતો એક પછી એક પ્રયાસો
કરી રહ્યા છે. ચાલુ વર્ષે વરસાદની અછત અને
જળસ્રોતોમાં પાણીના ઘટતા જથ્થાને કારણે ખેતી અને
પશુપાલન બંને સામે પડકાર ઊભો થયો છે. એક તરફ
ઉભા પાકને બચાવવાની ચિંતા છે, તો બીજી તરફ પશુઓ માટે ઘાસચારો અને પીવાનું પાણી મેળવવું
પણ મુશ્કેલ બની રહ્યું છે. આગામી સમયમાં જળસંકટ
વધુ ગંભીરન બને અને ખેતી તથા પશુપાલનને બચાવી
શકાયતે આશાએ ખેડૂતો પોતાની રીતે ભૂગર્ભજળ
શોધવા મથામણ કરી રહ્યા છે.
દુષ્કાળ જેવી
પરિસ્થિતિમાં ખેડૂતોની આ પાણી માટેની દોડધામ ગ્રામ્ય
વિસ્તારની વાસ્તવિક મુશ્કેલી દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya