ભાવનગર જિલ્લામાં પુનર્ગઠન બાદ 2014 આખરી મતદાન મથકો જાહેર
ભાવનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં મતદાન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વર્ષ ૨૦૨૬ અંતર્ગત સાતેય વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં અગાઉના ૨,૧૪૩ મતદાન મથકોની સંખ્યા
Ai photo


ભાવનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં મતદાન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વર્ષ ૨૦૨૬ અંતર્ગત સાતેય વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં અગાઉના ૨,૧૪૩ મતદાન મથકોની સંખ્યા ઘટીને હવે ૨,૦૧૪ થઈ છે. પુનર્ગઠન દરમિયાન કોઈ નવા મતદાન મથકનો ઉમેરો કરવામાં આવ્યો નથી.

મતદાન મથકોની સમીક્ષા દરમિયાન કુલ ૧૨૯ મતદાન મથકોને અન્ય મથકોમાં ભેળવી દેવામાં આવ્યા છે, જ્યારે ૧૩૮ મતદાન મથકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૬ મતદાન મથકોના વિભાગો અન્ય મથકોમાં ખસેડવામાં આવ્યા છે. ૧૫૫ મતદાન મથકોના નામ અને પ્રકારમાં રહેલી ક્ષતિઓ પણ સુધારવામાં આવી છે.

વિધાનસભા મતવિસ્તાર મુજબ મહુવામાં અગાઉના ૨૮૨ સામે હવે ૨૭૦, તળાજામાં ૨૯૩ સામે ૨૬૮, ગારિયાધારમાં ૨૭૬ સામે ૨૫૯ અને પાલિતાણામાં ૩૨૯ સામે ૩૨૦ મતદાન મથકો રહેશે.

તેવી જ રીતે ભાવનગર ગ્રામ્યમાં ૩૫૬ સામે ૩૪૫, ભાવનગર પૂર્વમાં ૩૦૩ સામે ૨૭૪ અને ભાવનગર પશ્ચિમમાં અગાઉના ૩૦૪ સામે હવે ૨૭૮ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.

આમ, સાતેય વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન મથકોની સમીક્ષા અને પુનર્ગઠનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ ભાવનગર જિલ્લામાં કુલ ૨,૦૧૪ આખરી મતદાન મથકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande