રાજકોટની વધુ એક કુખ્યાત હાંડા ગેંગ સામે ગુજસીટોક : 15 શખસોની ધરપકડ
ડાભી પરિવારના ચાર સગા ભાઈઓ, ધામેલીયા માતા-પુત્ર સહિતનાઓએ 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ અને એનડીપીએસ સહીત કુલ 50 ગુના આચર્યા''તા રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગ
ગુજસીટોકના આરોપીઓ


ડાભી પરિવારના ચાર સગા ભાઈઓ, ધામેલીયા માતા-પુત્ર સહિતનાઓએ 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ અને એનડીપીએસ સહીત કુલ 50 ગુના આચર્યા'તા

રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી તેમજ તેના ત્રણ સગા ભાઈઓ તથા કુખ્યાત ડ્રગ પેડલર સુધા અને તેના પુત્ર સહીત 15 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ પોલીસે 14 આરોપીની અટકાયત કરી એક આરોપીનો જેલમાંથી કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ જેવા ગંભીર કુલ 50 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આતંક મચાવનાર કુખ્યાત ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી સહીત કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધી 14 શખ્સોને ઝડપી પાડી જેલમાં બંધ આરોપીનો કબ્જો મેળવી તેની ધરપકડ કરી આગળની તપાસ એસીપી પશ્ચિમને સોંપવામાં આવી છે. ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી ગેંગના 15 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 50 ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, લૂંટ, એનડીપીએસ સહિત ગુનાનો સમાવેશ થાય છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી, રોહિત ઉર્ફે પિયુષ ડાભી, ધર્મેશ ઉર્ફે ધમો ડાભી, ઋષિક ઉર્ફે ઋત્વિક ડાભી, કુખ્યાત ડ્રગ પેડલર સુધા ધામેલીયા, મયુર ધામેલીયા, વિશાલ ગોહિલ, શક્તિ રાઠોડ, વિપુલ બગથરીયા, રાજ કાપડી, હિતેશ ધામેલીયા, વિનય ઉકેડીયા, સચિન વોરા, આકાશ વારગીયા અને મિત ખગ્રામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

આરોપીઓનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ

આરોપી ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી વિરુધ્ધ 8 ગુના, રોહિત ઉર્ફે પિયુષ ડાભી વિરુધ્ધ 9 ગુના, ધર્મેશ ઉર્ફે ધમો ડાભી વિરુધ્ધ 5 ગુના, ઋષિક ઉર્ફે ઋત્વિક ડાભી વિરુધ્ધ 4 ગુના, કુખ્યાત ડ્રગ પેડલર સુધા ધામેલીયા વિરુધ્ધ 5 ગુના, મયુર ધામેલીયા વિરુધ્ધ 5 ગુના, વિશાલ ગોહિલ વિરુધ્ધ 3 ગુના, શક્તિ રાઠોડ વિરુધ્ધ 4 ગુના, વિપુલ બગથરીયા વિરુધ્ધ 12 ગુના, રાજ કાપડી વિરુધ્ધ 4 ગુના, હિતેશ ધામેલીયા વિરુધ્ધ 7 ગુના, વિનય ઉકેડીયા વિરુધ્ધ 6 ગુના, સચિન વોરા વિરુધ્ધ 3 ગુના, આકાશ વારગીયા વિરુધ્ધ 3 અને મિત ખગ્રામ વિરુધ્ધ 5 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

એક વર્ષમાં 10 ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે ગુજસીટોક કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજ દિવસ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 12 ગુના ગુજસીટોક હેઠળ નોંધાયા છે જે પૈકી 10 ગુના છેલ્લા એક વર્ષમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ અન્ય 2 ગેંગ સામે આવનાર સમયમાં દાખલ કરવા માટે તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી દેવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કુલ 128 શખ્સો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande