
જુનાગઢ, 19 નવેમ્બર (હિ.સ.) : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.૨૦ અને તા.૨૧ નવેમ્બરના રોજ સદભાવના મેદાન, પ્રભાસપાટણ ખાતે સોમનાથ ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવશે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે કલા અને સંસ્કૃતિના અલૌકિક ઉત્સવ ‘ સોમનાથ ઉત્સવ’માં કલાકારો રાત્રે ૮.૩૦ કલાકથી નાગરિકો સમક્ષ વિવિધ પ્રસ્તુતિ થકી રંગ જમાવશે.
સોમનાથ ઉત્સવ’માં તા.૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ સુરીલી સરગમના બેલા મહેતા અને લોકગાયક રાજ ગઢવી તેમજ તા.૨૧ નવેમ્બરના રોજ લોકગાયક સાગરદાન ગઢવી જેવા કલાકારો ભક્તિ સંગીત સહિતની સુરીલી પ્રસ્તુતી સાથે જ વિવિધ કલાવૃંદો દ્વારા ગરબા, રાસ, લોકનૃત્ય, ડાયરો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કલા અને સંસ્કૃતિને ઉજાગર કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ