પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે સોમેશ્વર પૂજા કરી
ગીર સોમનાથ 19 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે ભાવપૂર્વક મહાદેવના દર્શન કર્યા હતાં. રાજ્યપાલએ સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી ઢોલ-શરણાઈના સૂરો વચ્ચે ધ્વજારોહણ કરી મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં


ગીર સોમનાથ 19 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે ભાવપૂર્વક મહાદેવના દર્શન કર્યા હતાં. રાજ્યપાલએ સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી ઢોલ-શરણાઈના સૂરો વચ્ચે ધ્વજારોહણ કરી મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં.

સવારના આહલાદક સમયમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાએ મંદિરમાં પૂજા કરીને સોમનાથ મહાદેવ સમક્ષ પંચામૃત, ગંગાજળ સહિત દ્રવ્યો અર્પણ કરી ભગવાન ભોળાનાથનું અર્ચન કર્યું હતું.

સોમેશ્વર પૂજા સંપન્ન કર્યા બાદ રાજ્યપાલએ ઢોલ-શરણાઈના સૂરો વચ્ચે મંદિરની પ્રદક્ષિણા કરી ધ્વજારોહણ કર્યું હતું.

સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટ વતી રાજ્યપાલને સોમનાથ મહાદેવની તસવીર તેમજ પ્રસાદ ભેટ અર્પણ કરી હતી.

દર્શન બાદ વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળે સોમનાથ મંદિર પરિસર સ્થિત સાગર દર્શન ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાજ્યપાલએ પ્રતિનિધિમંડળની મુલાકાત કરી અને યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande