કોડીનાર ઘાંટવડ ના આંગણવાડી કેન્દ્ર 5 પર NALSA Mega Drive (Phase-I, Part-II) અંતર્ગત કાનૂની સેવાઓની વિવિધ યોજનાઓના વિશે માર્ગદર્શન
સોમનાથ,19 નવેમ્બર (હિ.સ.) જીલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ખાતે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) દ્વારા જાહેર કરવામાં આવેલ NALSA Mega Drive (Phase-I, Part-II) અંતર
કોડીનાર ઘાંટવડ ના આંગણવાડી


સોમનાથ,19 નવેમ્બર (હિ.સ.) જીલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ખાતે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) દ્વારા જાહેર કરવામાં આવેલ NALSA Mega Drive (Phase-I, Part-II) અંતર્ગત ગ્રામ્ય સ્તરે વિવિધ કાનૂની સેવા યોજનાઓનો અસરકારક અમલ થાય અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી કાનૂની સહાયનો લાભ પહોંચે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ, વંચિત, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો તથા જરૂરિયાતમંદ નાગરિકોને કાનૂની અધિકારો અંગે જાગૃત કરવા, સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવા, મફત કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપવા તથા પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે તેમ સમજાવ્યું.

આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા, આંગણવાડી પુષ્પા વાઢેળ, રસીલા વાઢેળ, રસ્મિતા દીક્ષિત,નિમુ રાઠોડ ,સવિતા વાઢેળ, લક્ષ્મી ચુડાસમા હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande