
ગીર સોમનાથ 19 નવેમ્બર (હિ.સ.)
: ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે વી.ટી.આઈ. જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન સૂત્રાપાડા ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં બહોળી સંખ્યામાં યુવાનો લાભ લેશે અને પસંદગી થયા બાદ પોતાનું રોજગાર પૂરું કરશે. આ ભરતીમેળામાં ખાનગી એકમોમાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી મેળામાં એચ.આર. ટેલેન્ટ દ્વારા સિલ્વર કન્ઝ્યૂમર ઈલેક્ટ્રિકલમાં તેમજ એચ.ડી.એફસી. લાઈફ ઈન્શ્યૂરન્સ સોમનાથ વગેરે ઉપસ્થિત રહેશે.
ભરતીમેળામાં ઉપસ્થિત થતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર (જે હોય તે), આધાર કાર્ડ તથા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સમયસર હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ