
- સપ્તાહ દરમ્યાન એક લાખથી વધુ ભાવિકો પ્રસાદીનો લાભ લે તેવું આયોજન
ગીર સોમનાથ 19 નવેમ્બર (હિ.સ.) : તાલાલા પંથકમાં અત્યાર સુધીની સૌથી મોટી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ધાવા ગીર ગામે થતા શ્રદ્ધાળુ ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
ધાવા ગીર ગામે મધુભાઈ રાદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નો નિધીવન ખાતે પ્રારંભ થયો છે. પંથકના સર્વજન સુખાકારી માટે શરૂ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહની તા.૨૩/૧૧/૨૦૨૬ ને સોમવારે પુર્ણાહુતિ થશે. વ્યાસપીઠ ઉપરથી પુષ્ટિ ધર્માનુરાગી શાસ્ત્રી પ્રહલાદભાઈ (જામનગર) સુબોધિનીજી આધારિત કથાનું રસપાન કરાવી રહ્યા છે.
ભાગવત કથા દરમિયાન ધાવા ગીર તથા લુશાળા ગીર બંને ગામ ધુવાડા બંધ બંને ટાઈમ સમૂહ ભોજન સાથે કથાનો
ધર્મલાભ પ્રાપ્ત કરી રહ્યા છે. સપ્તાહ દરમિયાન એક લાખથી પણ વધુ ભાવિકો કથામૃત સાથે પ્રસાદી (ભોજન) કરશે. ઠેર ઠેર મોટી મોટી કમાનો સાથે ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. ગામનો ગૌરવવંતો ધાર્મિક ઉત્સવ સફ્ળતાપૂર્વક દીપી ઊઠે માટે ગામના ૧૦૦ થી પણ વધુ યુવાનો ખડે પગે સેવાઓ આપી રહ્યા છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના પ્રારંભે રામજી મંદિરે થી પોથીયાત્રાનું પ્રસ્થાન થયું હતું વિશાળ શોભાયાત્રાને કારણે શેરી-બજારો સાંકડી પડતી હતી.
રામ જન્મ-તા.૨૦ મી શુક્રવારે બપોરે, કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ-તા.૨૦ મી શુક્રવારે સાંજે, તા.૨૩ મીએ કથા વિરામ લેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ