ગિરનાર લીલી પરિક્રમા રૂટ પર આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી સાથે પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા OT ટેસ્ટ કરાયા
જુનાગઢ, 19 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તેમજ પાણીજન્ય રોગચાળો અટકાવી શકાય તે હેતુથી જિલ્લા પંચાયત જૂનાગઢના આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર વિશેષ આરોગ્યલક્
આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી


જુનાગઢ, 19 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તેમજ પાણીજન્ય રોગચાળો અટકાવી શકાય તે હેતુથી જિલ્લા પંચાયત જૂનાગઢના આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર વિશેષ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત પરિક્રમા માર્ગ પર પીવાના પાણીના વિવિધ સ્ત્રોતોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રસ્તા પર આવેલા પીવાના પાણીના કૂવા, પાણીની ટાંકીઓ તેમજ વિવિધ અન્નક્ષેત્રોમાં શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાતા પાણીના સ્ત્રોતોમાં OT-ઓર્થો-ટોલિડિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દ્વારા પીવાના પાણીમાં રહેલા ક્લોરીનનું પ્રમાણ ચકાસવામાં આવ્યું હતું, જેથી પાણીનું યોગ્ય રીતે શુદ્ધિકરણ થયું છે કે નહીં તેની ખાતરી કરી શકાય.

વધુમાં, પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને પીવાનું પાણી સુરક્ષિત બને તે હેતુથી જરૂરી ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી હતી. સાથે જ કૂવા, પાણીની ટાંકીઓ તથા અન્નક્ષેત્રોના સંચાલકોને પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande