ભવનાથમાં પુરવઠા, ફૂડ અને તોલમાપ વિભાગની સંયુક્ત કાર્યવાહી; અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ
જુનાગઢ, 19 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર પરીક્રમા-૨૦૨૬ દરમ્યાન લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ અને નિયત ભાવે ચીજવસ્તુઓ મળી રહે તે માટે ફૂડ અને ડ્રગ્સ વિભાગ તથા તોલમાપ વિભાગને સાથે રાખી પુરવઠા વિભાગ દ્વારા ભવનાથ વિસ્તારમાં આવેલ જુદા જુદા રેસ્ટોરન્ટ, ખાણી પી
ભવનાથમાં પુરવઠા, ફૂડ અને તોલમાપ વિભાગની સંયુક્ત કાર્યવાહી; અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ


જુનાગઢ, 19 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર પરીક્રમા-૨૦૨૬ દરમ્યાન લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ અને નિયત ભાવે ચીજવસ્તુઓ મળી રહે તે માટે ફૂડ અને ડ્રગ્સ વિભાગ તથા તોલમાપ વિભાગને સાથે રાખી પુરવઠા વિભાગ દ્વારા ભવનાથ વિસ્તારમાં આવેલ જુદા જુદા રેસ્ટોરન્ટ, ખાણી પીણીની દુકાનો, સ્ટોલ ખાતે તપાસણી હાથ ધરી હતી.

જેમા અખાધ જણાયેલ મંચુરીયન – ૨૦ કિ.ગ્રા., ગાંઠીયા – ૨ કિ.ગ્રા., ખમણ – ૪ કિ.ગ્રા., ભાજી – ૨ કિ.ગ્રા., બટેટાનો છુંદો – ૨.૫ કિ.ગ્રા., તથા છાસ – ૧૭૫૦ એમ.એલ. ખાધપદાર્થોનો નાશ કરાયો હતો. તેમજ ચીજવસ્તુઓના ભાવ નિયત થયલે ભાવો પ્રમાણે લેવામાં આવે છે કે કેમ અને દર્શાવેલ જથ્થાના પ્રમાણમાં ચીજવસ્તુઓ વહેચાય છે કે કેમ તે બાબતો સુનિશ્ચિત કરવામાં આવ્યુ હતુ. અને એક્સ્પાઇર થઇ ગયેલ પેકિંગ વાળા ખાધ ચીજવસ્તુઓ તથા વાસી અને ભેળસેળયુકત ખાધપદાર્થોનુ વેચાણ ન થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે બાબતે સબંધિત વેપારીઓને સૂચનાં આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande