ગિરનાર પર્વત માળાની નળ પાણીની ઘોડી પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ વખત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાયું
જુનાગઢ 19 નવેમ્બર (હિ.સ.) સાંસ્કૃતિક વિરાસતોના સ્થળોએ નાગરિક સેવાઓને પ્રાથમિકતા આપવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સંકલ્પને જન ભાગીદારીથી સાર્થક કરવાની નેમને આગળ વધારતા જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે ગિરનાર પરિક્રમા ના
ગિરનાર પર્વત માળાની નળ પાણીની ઘોડી પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ વખત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાયું


જુનાગઢ 19 નવેમ્બર (હિ.સ.)

સાંસ્કૃતિક વિરાસતોના સ્થળોએ નાગરિક સેવાઓને પ્રાથમિકતા આપવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સંકલ્પને જન ભાગીદારીથી સાર્થક કરવાની નેમને આગળ વધારતા જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે ગિરનાર પરિક્રમા ના રૂટ ના સૌથી કઠિન અને ઉચા સ્થળે પ્રથમ વખત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે.

આ વર્ષે ઓછા વરસાદની સ્થિતિમાં ગિરનાર લીલી પરિક્રમા ના રૂટ પર લાખો યાત્રાળુઓને તા. 20 નવેમ્બર થી શરૂ થનારી આ પરિક્રમામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

ગિરનારના પરિક્રમાના માર્ગ પર નળ પાળીની ઘોડી આ પદયાત્રાનું સૌથી ઊંચું અને કઠિન સ્થળ છે. અહીં તંત્ર દ્વારા અગાઉ ક્યારેય ભૌગોલિક સ્થિતિના કારણે પીવાનું પાણી પહોંચાડી શકાયું ન હતું. સંસ્થાઓ દ્વારા મર્યાદિત વ્યવસ્થાઓ થતી પરંતુ આ વર્ષે પ્રથમ વખત ત્યાં ડોળીવાળાઓની મદદથી 5000 લીટર ક્ષમતાની બે ટાંકીઓ પહોંચાડવામાં આવી છે.

એટલું જ નહીં જુનાગઢ પાણી પુરવઠા બોર્ડની ટીમે આ કામગીરી માટે અહીં આઠ દિવસ સુધી જહેમત ઉઠાવી હતી. કારણ કે ઘોડી થી નીચે 900 મીટર દૂર બે બોર કરવામાં આવ્યા છે અને તે સફળ જતાં ત્યાંથી 900 મીટરની લાઈન ખેંચીને દરિયાઈ સપાટીથી ૨૦૦ મીટર દૂર ઊંચે પ્રકૃતિના જતનના સંકલ્પ સાથે ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ એટલે કે જનરેટર થી પાણીનું પંપિંગ કરીને આજે નળ ફીટીંગ કરવામાં આવ્યું હતું.

પાણી પુરવઠા બોર્ડના ઇજનેર વિવેક પટેલે જણાવ્યું હતું કે આ સ્થળે પ્રથમ વખત તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે. આજે પાણીનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અહીં હવે કાયમી રીતે પરીક્રમાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે. ૫૦૦૦લીટર ક્ષમતાના બે ટાંકા 24 કલાક ભરવામાં આવશે.

જુનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરી એ પાણી પુરવઠા બોર્ડની ટીમને આ વિશેષ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande