લોકસભા અધ્યક્ષ અને સંરક્ષણ મંત્રીએ, કિરેન રિજિજુના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુના જન્મદિવસના અવસર પર તેમને શુભેચ્છાઓ પાઠવ
રીજ્જું


નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુના જન્મદિવસના અવસર પર તેમને શુભેચ્છાઓ પાઠવી.

રાજનાથ સિંહે એક્સ પર લખ્યું, સંસદીય લોકશાહી પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા, જનસેવા પ્રત્યે સમર્પણ અને રાષ્ટ્રીય મહત્વના વિષયોમાં તેમનું સક્રિય યોગદાન પ્રશંસનીય છે. તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખદ જીવનની કામના કરું છું, સાથે જ આશા રાખું છું કે તેઓ આવનારા વર્ષોમાં પણ રાષ્ટ્રની સેવામાં પોતાનું મહત્વનું યોગદાન આપતા રહે.

અમિત શાહે જણાવ્યું કે, સંસદીય પ્રક્રિયાઓને મજબૂત કરવા પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા, આ સંસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તથા લોકશાહીના મૂળિયાં ઊંડા કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરી રહી છે. તેમના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરીએ છીએ.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, આ અવસર કિરેન રિજિજુના જીવનમાં ખુશીઓ લાવે અને આવનારું વર્ષ ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ સમૃદ્ધિથી ભરેલું હોય.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, તેઓ કિરેન રિજિજુના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને જનસેવાના ક્ષેત્રમાં તેમના લાંબા કાર્યકાળની કામના કરે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે ઈશ્વર કિરેન રિજિજુને ઉત્તમ સ્વાસ્થ્ય અને એક લાંબું તેમજ શાનદાર જીવન પ્રદાન કરે, તેવી જ તેમની શુભેચ્છાઓ છે.

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે, ઈશ્વર પાસે કિરેન રિજિજુના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ સુખદ જીવનની કામના કરીએ છીએ. આપ આ જ ઉર્જા અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરતા રહો. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ ઈશ્વર પાસે કિરેન રિજિજુના દીર્ઘાયુ હોવા તથા એક સ્વસ્થ અને સુખી જીવનની પ્રાર્થના કરી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande