રાજૌરીમાં આતંકી મદદગારોના નેટવર્કની તપાસ કરશે એનઆઈએ
રાજૌરી, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓને કથિત રીતે મદદ પહોંચાડનારા નેટવર્કની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પર એનઆ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)


રાજૌરી, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓને કથિત રીતે મદદ પહોંચાડનારા નેટવર્કની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પર એનઆઈએ આ મામલે પ્રથમ માહિતી અહેવાલ નોંધીને તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે.

આ મામલામાં રાજૌરીના કોટચઢવાલ ત્રિયાઠ નિવાસી ઝાકિર હુસૈન અને મુહમ્મદ આઝમ સહિત અન્ય શંકાસ્પદોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. બંનેની જમ્મુ-કાશ્મીર પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે.

માહિતી મુજબ, આ મામલો જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સપ્ટેમ્બરમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલ સાથે જોડાયેલો છે. પોલીસને ગત 11 સપ્ટેમ્બરે ધર્મસાલ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે ઝાકિર હુસૈન અને મુહમ્મદ આઝમ પોતાના સહયોગીઓ સાથે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓના સંપર્કમાં છે અને તેમની પ્રવૃત્તિઓમાં મદદ કરી રહ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, શંકાસ્પદો આતંકીઓને રહેવા માટે આશ્રયસ્થાન, ભોજન, જરૂરી પુરવઠો અને સુરક્ષિત અવરજવરની સુવિધા પૂરી પાડતા હતા. આ ઉપરાંત આતંકીઓને આશરો આપવા અને તેમના છુપાવવા માટે સુરક્ષિત સ્થળોની વ્યવસ્થા કરવામાં પણ તેમની કથિત ભૂમિકા સામે આવી હતી.

મામલાની ગંભીરતા અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની સંભવિત અસરને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસ એનઆઈએને સોંપવાનો નિર્દેશ આપ્યો. મંત્રાલયનું માનવું હતું કે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલા આ મામલાની વિગતવાર તપાસ કેન્દ્રીય એજન્સી પાસે કરાવવી આવશ્યક છે.

હવે એનઆઈએ એ જાણવાનો પ્રયાસ કરશે કે, આરોપીઓના સંપર્ક કયા-કયા લોકો સાથે હતા અને સ્થાનિક સ્તરે આતંકીઓની મદદ માટે કેવા પ્રકારનું નેટવર્ક સક્રિય હતું. તપાસમાં એ પણ જાણવામાં આવશે કે આ કથિત નેટવર્કમાં કેટલા અન્ય લોકો સામેલ છે અને શું તેના તાર પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંચાલકો સાથે જોડાયેલા છે.

સીમાવર્તી રાજૌરી જિલ્લામાં સામે આવેલા આ મામલાને સુરક્ષા એજન્સીઓ ઘણી મહત્વની માની રહી છે. એનઆઈએની તપાસથી આતંકી સંગઠનોના કથિત સ્થાનિક સહાયતા તંત્ર, તેના સંચાલન અને તેમાં સામેલ અન્ય શંકાસ્પદો વિશે મહત્વપૂર્ણ માહિતી સામે આવવાની આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande