
- શાંતિકુંજના શતાબ્દી મહોત્સવમાં થશે સામેલ
દેહરાદૂન, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, 20 થી 22 નવેમ્બર સુધી ઉત્તરાખંડના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ રુડકીમાં સંઘના ક્ષેત્ર તેમજ પ્રાંતના મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક અને સંવાદ કરશે. સાથે જ હરિદ્વાર સ્થિત ગાયત્રી તીર્થ શાંતિકુંજના શતાબ્દી મહોત્સવમાં પણ સામેલ થશે.
સંઘના પ્રાંત કાર્યવાહ દિનેશ સેમવાલે ગુરુવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, પ્રવાસ દરમિયાન 20 થી 22 નવેમ્બર સુધી રુડકીમાં વિવિધ બેઠકો આયોજિત થશે. જેમાં સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત આખા વર્ષ દરમિયાન સંચાલિત કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સમકાલીન રાષ્ટ્રીય અને સામાજિક વિષયો પર વિચાર-વિમર્શ થશે.
તેમણે જણાવ્યું કે, પ્રવાસ દરમિયાન સંઘ તરફથી સમાજ જીવનમાં સકારાત્મક પરિવર્તનના ઉદ્દેશ્યથી સંચાલિત પંચ પરિવર્તનના વિષયો પર પણ ચર્ચા થશે. જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વનો બોધ (સ્વદેશી) અને નાગરિક કર્તવ્ય સામેલ છે. આ સાથે જ વ્યસનમુક્તિ જેવી સામાજિક બદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા જાગૃતિ અભિયાનોને વ્યાપક બનાવવા પર પણ વિચાર કરવામાં આવશે.
દિનેશ સેમવાલના જણાવ્યા અનુસાર, બેઠકોમાં આ વાત પર પણ સંવાદ થશે કે સંઘના કાર્યકર્તાઓ સમાજના વિવિધ વર્ગો સાથે મળીને આ અભિયાનોને કઈ રીતે અસરકારક બનાવે અને તેમાં વ્યાપક સામાજિક સહભાગિતા સુનિશ્ચિત કરે.
મોહન ભાગવતના પ્રવાસનો એક મુખ્ય કાર્યક્રમ હરિદ્વાર સ્થિત ગાયત્રી તીર્થ શાંતિકુંજનો શતાબ્દી મહોત્સવ હશે. તેઓ આ આયોજનમાં સામેલ થશે. ગાયત્રી પરિવારે આધ્યાત્મિકતા, સંસ્કાર, શિક્ષણ, સામાજિક જાગૃતિ, વ્યસનમુક્તિ અને સમાજ સુધારણા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્યો કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ