કર્ણાટક વિધાનસભાની પિટિશન અને હાઉસ કમિટીના સભ્યોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
રાજપીપળા,19 નવેમ્બર (હિ.સ.) કર્ણાટક વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરની આગેવાની હેઠળ વિધાનસભાની પિટિશન અને હાઉસ કમિટીના 10 સભ્યોએ નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નિહાળી સૌ સભ્
Karnataka Legislative Assembly Petition and House Committee Members Visit Statue of Unity


રાજપીપળા,19 નવેમ્બર (હિ.સ.) કર્ણાટક વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરની આગેવાની હેઠળ વિધાનસભાની પિટિશન અને હાઉસ કમિટીના 10 સભ્યોએ નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નિહાળી સૌ સભ્યોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

કમિટીના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લઈ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓનું રમણીય દૃશ્ય તેમજ સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર નર્મદા બંધનો ભવ્ય નજારો નિહાળ્યો હતો.

આ પ્રસંગે સભ્યોએ સરદાર સાહેબનાં ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી.

ત્યારબાદ તેમણે સરદાર સાહેબના જીવન અને કવનને પ્રસ્તુત કરતો પ્રોજેક્શન મેપિંગ લેસર શો પણ નિહાળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા કમિટીના સભ્યોને તેમની તસવીર ધરાવતી ફ્રેમ સ્મૃતિભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande