રાહુલ ગાંધી વિદેશમાં, ભારતને બદનામ કરી રહ્યા છે : કિરેન રિજિજુ
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ, અમેરિકામાં આપવામાં આવેલા રાહુલ ગાંધીના નિવેદનોને લઈને તેમના પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે રાહુલ ગાંધીના નિવેદનો પર વધુ ધ્યાન આપવાની જરૂર હોતી નથી, પ
રીજ્જું


નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ, અમેરિકામાં આપવામાં આવેલા રાહુલ ગાંધીના નિવેદનોને લઈને તેમના પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે રાહુલ ગાંધીના નિવેદનો પર વધુ ધ્યાન આપવાની જરૂર હોતી નથી, પરંતુ જ્યારે દેશના વિરોધ પક્ષના નેતા વિદેશ જઈને ભારત વિશે તથ્યહીન અને ખોટી વાતો કરે છે, ત્યારે વાંધો નોંધાવવો જરૂરી બની જાય છે. રાહુલ ગાંધી અમેરિકા અને અન્ય દેશોમાં જઈને ભારતીય અર્થતંત્રના પતન વિશે વાત કરે છે, જ્યારે આખી દુનિયા ભારતને સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે સ્વીકારી રહી છે.

રિજિજુએ ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઈએમએફ અને વિશ્વ બેંક જેવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પણ ભારતની આર્થિક પ્રગતિને સ્વીકારી રહી છે. આ સંસ્થાઓનું કહેવું છે કે ભારત અત્યારે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીનું ભારતીય અર્થતંત્રને મૃત ગણાવવું સમજની બહાર છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની કાર્યશૈલીમાં સુધારો કરવો જોઈએ અને દેશની સિદ્ધિઓને ઓછી બતાવવાથી બચવું જોઈએ.

રાહુલ ગાંધીના ભારતમાં લોકશાહી અને મતોની ચોરીના આરોપો પર વળતો પ્રહાર કરતા રિજિજુએ કહ્યું કે, જો દેશમાં લોકશાહી ન હોત તો રાહુલ ગાંધી આખો દિવસ વિરોધ પ્રદર્શન કેવી રીતે કરી શકત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ તથા સરકાર વિરુદ્ધ સતત નિવેદનબાજી કેવી રીતે કરી શકત? તેમણે કહ્યું કે, જો ભારતમાં લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદી ન હોત તો રાહુલ ગાંધીને સવારથી રાત સુધી પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા ક્યાંથી મળત?

કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, ભારત લોકશાહી દેશ છે, જ્યાં સામાન્ય નાગરિકથી લઈને રાજકીય નેતાઓ સુધી તમામને પોતાની વાત રજૂ કરવાની સંપૂર્ણ આઝાદી છે. તેમ છતાં રાહુલ ગાંધી વિદેશ જઈને ભારતમાં લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ન હોવાનો આરોપ લગાવે છે. તેમણે સવાલ કર્યો કે આખરે રાહુલ ગાંધી આ પ્રકારના નિવેદનોથી શું સાબિત કરવા માંગે છે?

રિજિજુએ ગરીબીના મુદ્દે પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસને ઘેર્યા. તેમણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) ના આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે વર્ષ 2011 થી 2023 વચ્ચે ભારતમાં 50 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા અને અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા. તેમના જણાવ્યા અનુસાર, ભારતે ગરીબી ઘટાડવાની બાબતમાં વિશ્વમાં સૌથી ઝડપી પ્રગતિનો વિક્રમ બનાવ્યો છે.

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, પક્ષે ઘણી વખત 'ગરીબી હટાવો' નો નારો આપીને, ચૂંટણી લડી અને સત્તા મેળવી, પરંતુ કોંગ્રેસના શાસનકાળમાં વાસ્તવમાં ગરીબી ખતમ કરવા માટે શું કરવામાં આવ્યું? રિજિજુએ કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એ સ્થિતિમાં પહોંચ્યું છે, જ્યાં ગરીબી લગભગ સમાપ્ત થવાની દિશામાં છે અને દેશ વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે.

રિજિજુએ રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે, પહેલી વાત, તેમણે દેશમાં લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદી ન હોવાની વાત ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી દેશમાં પોતાની મરજીથી ફરે છે, વિદેશ પ્રવાસો કરે છે અને વડાપ્રધાન મોદી પર સતત હુમલા કરે છે. આવી સ્થિતિમાં તેમણે એવું ન કહેવું જોઈએ કે, ભારતમાં લોકશાહી કે સ્વતંત્રતા નથી. તેમણે રાહુલ ગાંધીને પોતાની જાત સાથે અને બીજા સાથે જૂઠું ન બોલવાની અપીલ કરી.

બીજી સલાહ આપતા રિજિજુએ કહ્યું કે ભારતનું અર્થતંત્ર આજે એક મજબૂત અને ઉજ્જવળ અર્થતંત્ર છે, જે વૈશ્વિક આર્થિક વિકાસનું એન્જિન બની રહ્યું છે. તેને 'ડેડ ઈકોનોમી' કહેવું ખોટું છે. તેમણે કહ્યું કે દેશની પ્રગતિને ઓછી બતાવીને અને ભારતને બદનામ કરીને રાહુલ ગાંધી આખરે શું હાંસલ કરવા માંગે છે?

રિજિજુએ રાહુલ ગાંધીના નિવેદનો પાછળ તેમની પોતાની વિચારધારાની સાથે સાથે વિદેશી ભારત વિરોધી શક્તિઓની ભૂમિકા હોવાની આશંકા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, શક્ય છે કે, રાહુલ ગાંધી પોતે ભારત વિરુદ્ધ બોલવા અને દેશને બદનામ કરવા માંગતા હોય અથવા તો વિશ્વભરમાં સક્રિય ભારત વિરોધી શક્તિઓ તેમને આવું કરવા માટે ઉશ્કેરી રહી હોય. બંને વાતો શક્ય છે.

તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીની વિચારધારા ભારત વિરોધી બનતી જાય છે અને તેમનું ધ્યાન ભારત, તેની સભ્યતા તથા તેની સિદ્ધિઓને નબળી બતાવવા પર કેન્દ્રિત છે. રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ ભારતીય પરંપરાઓ, મૂળ માન્યતાઓ, લોકશાહી અને બંધારણ વિરુદ્ધ સતત હુમલો કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે દેશના વિરોધ પક્ષના નેતા દિવસ-રાત ભારત વિરુદ્ધ નિવેદનબાજી કેવી રીતે કરી શકે?

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande