અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને મળી નવી જવાબદારી! રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે નિમણૂક પત્રો એનાયત
અમરેલી19 નવેમ્બર (હિ.સ. અમરેલી શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમરેલી નગર સેવા સદન ખાતે નગરપાલિકાના સફાઈ કર્મચારી ભાઈઓ-બહેનોને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદહસ્તે નિમણ
અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને મળી નવી જવાબદારી! રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે નિમણૂક પત્રો એનાયત


અમરેલી19 નવેમ્બર (હિ.સ.

અમરેલી શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમરેલી નગર સેવા સદન ખાતે નગરપાલિકાના સફાઈ કર્મચારી ભાઈઓ-બહેનોને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદહસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સફાઈ કર્મચારીઓના સેવાકાર્ય અને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે સફાઈ કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં તેમનું યોગદાન ખરેખર અમૂલ્ય છે.

સફાઈ કર્મચારીઓ માત્ર શહેરની ગંદકી દૂર કરવાનું કામ જ નથી કરતા, પરંતુ નાગરિકોના આરોગ્યની જાળવણી અને સ્વચ્છ વાતાવરણના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમની મહેનત અને સેવાભાવના કારણે જ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા મજબૂત બને છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ તમામ કર્મચારી ભાઈઓ-બહેનોને નવી જવાબદારી બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ પોતાની ફરજ નિષ્ઠા, પ્રમાણિકતા અને સેવાભાવથી નિભાવતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande