પોરબંદરમાં 28મીએ કોસ્ટલહાફ મેરેથોનનું આયોજન
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમા શહેરમાં રમતગમત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુ થી શ્રી રામસ્વિમિંગ ક્લબ દ્વારા આગામી તા.28 નવેમ્બરના રોજ ‘પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા ઇન્વિટ
પોરબંદરમાં 28મીએ કોસ્ટલહાફ મેરેથોનનું આયોજન


પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમા શહેરમાં રમતગમત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુ થી

શ્રી રામસ્વિમિંગ ક્લબ દ્વારા આગામી તા.28 નવેમ્બરના રોજ ‘પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન-2026’નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓલ ઇન્ડિયા ઇન્વિટેશનલ હાફ મેરેથોન સ્પર્ધામાં

દેશભરના દોડવીરો ભાગ લઈ શકશે.પોરબંદરના ચોપાટી હાથી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં પાંચ અલગ-અલગ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં 2 કિમી કિડ્સરન, 5 કિમી સ્માર્ટ રન, 5 કિમી

ફન વોક, 10 કિમી ફિટનેસ રન અને 21 કિમી હાફ મેરેથોનનો સમાવેશ થાય છે. સ્પર્ધાના દિવસે સવારે 5:15 વાગ્યે રિપોર્ટિંગનો સમય રાખવામાં

આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનારા દોડવીરોને

ટાઈમિંગચિપ, મેડલ, સર્ટિફિકેટ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ

કેટેગરીમાં કુલ રૂ.1.50 લાખ સુધીના રોકડ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે. સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

રસ ધરાવતા સ્પર્ધકો www.srssc.org વેબસાઈટ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે.આયોજકોએ શહેરના નાગરિકો, યુવાનો, બાળકો અને

રમતપ્રેમીઓને પરિવાર સાથે આ મેરેથોનમાં જોડાઈને સ્વસ્થ અને ફિટ પોરબંદરના અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande