પંજાબમાં પટિયાલા-સંગરૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, ભાખડા નહેર પર બનેલો લોખંડનો પુલ તૂટ્યો, બે ટ્રક ફસાયા
ચંડીગઢ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) પંજાબમાં પટિયાલા-સંગરૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભાખડા નહેર પર બનેલો લોખંડનો પુલ ગુરુવારે વહેલી સવારે અચાનક તૂટી પડ્યો અને તેના પરથી પસાર થઈ રહેલા બે ટ્રક ફસાઈ ગયા. પુલ તૂટવાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વાહનવ્
પંજાબ


ચંડીગઢ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) પંજાબમાં પટિયાલા-સંગરૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભાખડા નહેર પર બનેલો લોખંડનો પુલ ગુરુવારે વહેલી સવારે અચાનક તૂટી પડ્યો અને તેના પરથી પસાર થઈ રહેલા બે ટ્રક ફસાઈ ગયા. પુલ તૂટવાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો. ભાખડા નહેરનો પ્રવાહ વળવાને કારણે આસપાસમાં નાસભાગ મચી ગઈ. પોલીસ અને અગ્નિશમન વિભાગની ટુકડીઓએ વહીવટીતંત્ર સાથે મળીને પરિસ્થિતિને નિયંત્રિત કરી.

આ અકસ્માત પટિયાલા-સંગરૂર બાયપાસ પર પસિયાણા ગામ પાસે થયો હતો. એવું જણાવવામાં આવ્યું છે કે, બે ટ્રકોમાંથી એકમાં આગ લાગી ગઈ. માહિતી મળતા જ અગ્નિશમન વિભાગની ગાડીઓ પહોંચી ગઈ. અગ્નિશમન કર્મીઓને આગ ઓલવવામાં ઘણી મહેનત કરવી પડી. પુલ તૂટવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પુલ તૂટવાથી ભાખડા નહેરનું પાણી તેની ઉપરથી વહેવા લાગ્યું છે. વહીવટીતંત્રે પુલની બંને બાજુએ બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર અટકાવી દીધો છે. બંને ટ્રકમાં કેટલા લોકો હતા અને તેઓ અત્યારે ક્યાં છે, તે અંગે પણ માહિતી મળી શકી નથી. અકસ્માત સમયે ટ્રક પુલના છેલ્લા છેડા પર હતા. આ પુલ 2016માં બનીને તૈયાર થયો હતો. આસપાસના ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ પુલ પર ગયા વર્ષે કેટલીક તિરાડો પડી હતી. ત્યારે એનએચએઆઈએ તેનું સમારકામ કરાવ્યું હતું. પુલની લંબાઈ આશરે 150 ફૂટ છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande