રાજકોટ : કુવાડવા નજીક સણોસરા પાસે રીક્ષામાં ક્રૂરતાપૂર્વક ૭ પાડાનું ગેરકાયદે પરિવહન ઝડપાયું
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા સણોસરા ગામના ગેઇટ પાસે વહેલી સવારે એક બજાજ રીક્ષામાંથી ૭ પાડાનું ક્રૂરતાપૂર્વક અને ગેરકાયદે પરિવહન થતું ઝડપાયું છે. બાતમીના આધારે અટકાવેલી રીક્ષામાં પાસ-પરમિટ કે પશુ
ફરિયાદ


રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા સણોસરા ગામના ગેઇટ પાસે વહેલી સવારે એક બજાજ રીક્ષામાંથી ૭ પાડાનું ક્રૂરતાપૂર્વક અને ગેરકાયદે પરિવહન થતું ઝડપાયું છે. બાતમીના આધારે અટકાવેલી રીક્ષામાં પાસ-પરમિટ કે પશુ ચિકિત્સકના પ્રમાણપત્ર વગર પશુઓને ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા. આ મામલે રણજીતપુરી પ્રતાપપુરી ગૌસ્વામીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તા. ૧૯/૧૧/૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૪ વાગ્યાની આસપાસ વાંકાનેરથી રાજકોટ તરફ બજાજ રીક્ષા રજી. નં. જીજે-31-એક્સ-6805માં પાડા ભરીને લઈ જવાઈ રહ્યા હોવાની માહિતી મળી હતી. આ હકીકતના આધારે સણોસરા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને રીક્ષાનો પીછો કરી વહેલી સવારે આશરે ૬:૧૫ વાગ્યે સણોસરા ગામના ગેઇટ પાસે રીક્ષાને રોકવામાં આવી હતી. રીક્ષાના પાછળના ભાગમાં આશરે એક વર્ષની ઉંમરના ૭ પાડાને ટૂંકા દોરડાથી બાંધીને ક્રૂરતાપૂર્વક ભરેલા જોવા મળ્યા હતા.

રીક્ષાચાલક સજાદ આહમદભાઈ કુરેશી (ઉંમર આશરે ૩૭, રહે. વાંકાનેર-રાજકોટ રોડ, પચ્ચીસ વારીયા, ગેબનશાહ પીરની દરગાહ પાસે, તા. વાંકાનેર, જિ. મોરબી) અને બાજુમાં બેસેલા વસીમ ઇકબાલ માંડલીયા (ઉંમર આશરે ૩૫, રહે. લક્ષ્મીપરા શેરી નં. ૧, દાણાપીઠ ચોક, વાંકાનેર, જિ. મોરબી) પાસે પશુ પરિવહન અંગેના કોઈ આધાર-પુરાવા, પાસ-પરમિટ કે સક્ષમ અધિકારી અથવા પશુ ડોક્ટરના પ્રમાણપત્ર હાજર નહોતા. પશુઓ માટે પૂરતા ઘાસ, ચારા કે પાણીની વ્યવસ્થા કર્યા વિના ખીચોખીચ ભરીને ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહી હતી.

આ ઘટના અંગે ૧૧૨ પર જાણ કરી પોલીસની મદદ લેવામાં આવી હતી અને રીક્ષા તથા ૭ પાડા સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કુવાડવા રોડ પોલીસે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦, ગુજરાત પોલીસ એક્ટ ૧૯૫૧, મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ તથા પ્રાણી વહન સુધારા નિયમો હેઠળ ગુનો દાખલ કરી હેડ કોન્સ્ટેબલ નારણભાઈ મૈયાભાઇ શિરોળીયા દ્વારા વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande