રાણાવાવ નગરપાલિકાની સ્ટ્રીટલાઈટોની ખરીદીમાં કથિત કૌભાંડની ફરિયાદ બાદ તપાસ ટીમ દોડી
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકામાં સ્ટ્રીટલાઈટની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ચકચાર મચી છે. સમાજવાદી પાર્ટી શાસિત રાણાવાવ નગરપાલિકામાં
રાણાવાવ  નગરપાલિકાની સ્ટ્રીટલાઈટોની  ખરીદીમાં  કથિત કૌભાંડની ફરિયાદ બાદ તપાસ ટીમ દોડી.


રાણાવાવ  નગરપાલિકાની સ્ટ્રીટલાઈટોની  ખરીદીમાં  કથિત કૌભાંડની ફરિયાદ બાદ તપાસ ટીમ દોડી.


રાણાવાવ  નગરપાલિકાની સ્ટ્રીટલાઈટોની  ખરીદીમાં  કથિત કૌભાંડની ફરિયાદ બાદ તપાસ ટીમ દોડી.


રાણાવાવ  નગરપાલિકાની સ્ટ્રીટલાઈટોની  ખરીદીમાં  કથિત કૌભાંડની ફરિયાદ બાદ તપાસ ટીમ દોડી.


રાણાવાવ  નગરપાલિકાની સ્ટ્રીટલાઈટોની  ખરીદીમાં  કથિત કૌભાંડની ફરિયાદ બાદ તપાસ ટીમ દોડી.


પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકામાં સ્ટ્રીટલાઈટની ખરીદીમાં મોટા પાયે

ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર

આક્ષેપો સાથે ચકચાર મચી છે.

સમાજવાદી પાર્ટી

શાસિત રાણાવાવ નગરપાલિકામાં 195 સ્ટ્રીટલાઈટની ખરીદીમાં સરકારી નાણાંનો દુરુપયોગ થયો

હોવાની ફરિયાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના

મહામંત્રી બુખારી ગુલાબનબી દ્વારા ગાંધીનગર ખાતે

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં

કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ સમગ્ર મામલે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે PHINIX TECHNOLOGY કંપનીની 24 વોટની સ્ટ્રીટલાઈટની ખરીદી માટે પ્રતિ નંગ

રૂ. 1,299 ચૂકવવામાં આવ્યા છે, જ્યારે બજારમાં આ જ સ્પેસિફિકેશનની લાઈટ રૂ. 450થી 500માં ઉપલબ્ધ હોવાનો

દાવો કરવામાં આવ્યો છે.વધુમાં, PHINIX કંપનીના નામે બિલ બનાવી નાણાં ચૂકવાયા હોવા છતાં રાણાવાવ

શહેરમાં BLU LENSE કંપનીની લાઈટો લગાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ રીતે 195 લાઈટોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની

ફરિયાદ કરવામાં આવી છે.ગાંધીનગર ખાતે કરાયેલી લેખિત રજૂઆત બાદ પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા

પુરવઠા અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.

જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ મામલતદાર સહિતની તપાસ ટીમ રાણાવાવ નગરપાલિકા વિસ્તારમાં પહોંચી હતી. ટીમ

દ્વારા સ્થળ મુલાકાત લઈ સ્ટ્રીટલાઈટ અંગેની

ભૌતિક સ્થિતિની તપાસ કરવામાં આવી હતી અને

જરૂરી વિગતો મેળવી તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ અહેવાલના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહી

કરવામાં આવશે.આ મામલે ફરિયાદી બુખારી ગુલાબનબીએ દાવો કર્યો હતો કે તેમની પાસે ભ્રષ્ટાચાર

અંગેના પુરાવાઓ ઉપલબ્ધ છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો

હતો કેસ્ટ્રીટ લાઈટની ખરીદી ઉપરાંત

નગરપાલિકામાં અન્ય કામોમાં પણ મોટા પાયે ગેરરીતિઓ થતી

હોવાની ફરિયાદો કરવામાં આવી છે.

હવે તપાસ ટીમના અહેવાલ બાદ રાણાવાવ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને સપ્લાયર સામે કેવાં પગલાં લેવાય છે

તેના પર સૌની નજર મંડાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande