પીએમ- કુસુમ યોજનાએ આદિવાસી ખેડૂત ઈશ્વર વસાવાના જીવનમાં પ્રસરાવી 'સૌર' ઊર્જાની હરિયાળી
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બલ(મોઝદા) ગામના ખેડૂત માટે PM-KUSUM યોજના બની આત્મનિર્ભરતાનું પ્રતીક. - આદિવાસી વિસ્તારોમાં PM-KUSUM-B યોજના હેઠળ કેન્દ્ર સરકારના 60 ટકા અને રાજ્ય સરકારના 40 ટકા મળી આદિજાતી ખેડૂતોને 100 ટકા સહાય. રાજપીપળા, 1
PM-KUSUM scheme spreads the greenness of 'solar' energy in the life of tribal farmer Ishwar Vasava


PM-KUSUM scheme spreads the greenness of 'solar' energy in the life of tribal farmer Ishwar Vasava


PM-KUSUM scheme spreads the greenness of 'solar' energy in the life of tribal farmer Ishwar Vasava


- નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બલ(મોઝદા) ગામના ખેડૂત માટે PM-KUSUM યોજના બની આત્મનિર્ભરતાનું પ્રતીક.

- આદિવાસી વિસ્તારોમાં PM-KUSUM-B યોજના હેઠળ કેન્દ્ર સરકારના 60 ટકા અને રાજ્ય સરકારના 40 ટકા મળી આદિજાતી ખેડૂતોને 100 ટકા સહાય.

રાજપીપળા, 19 નવેમ્બર (હિ.સ.) : નર્મદા જિલ્લાના અંતરિયાળ દેડિયાપાડા તાલુકાના બલ (મોઝદા) ગામના એક સામાન્ય ખેડૂત ઈશ્વર દાજીયાભાઈ વસાવા માટે પ્રધાનમંત્રી કુસુમ (PM-KUSUM) યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ક્યારેક વરસાદી ખેતી પર નિર્ભર અને મજૂરી માટે શહેરો તરફ સ્થળાંતર કરતા ઈશ્વરભાઈ આજે સૌર ઊર્જાના સહારે આત્મનિર્ભર બની આધુનિક ખેતીની નવી મિસાલ પેશ કરી રહ્યા છે.

પોતાની સંઘર્ષગાથા વર્ણવતા ઈશ્વર વસાવા જણાવે છે કે, પહેલા હું માત્ર વરસાદ પર આધારિત ખેતી કરતો હતો. સિંચાઈની સુવિધાના અભાવે વર્ષના બાકીના સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવા મારે શહેરમાં મજૂરી કરવા જવું પડતું હતું. પરંતુ ત્રણ વર્ષ પહેલાં જ્યારે મને PM-KUSUM યોજનાનો લાભ મળ્યો, ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે. હવે હું વર્ષમાં ત્રણ સીઝન ખેતી કરું છું અને મારે મજૂરી કરવા ક્યાંય જવું પડતું નથી.

ખેતીમાં થયેલી આર્થિક સમૃદ્ધિની અસર પરિવારના શિક્ષણ પર પણ જોવા મળી છે. ઈશ્વરભાઈ ગર્વ સાથે કહે છે કે, ખેતીમાંથી થતી આવકના ટેકાને કારણે મારી દીકરીએ અંગ્રેજી વિષય સાથે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે તેના ઉચ્ચ અભ્યાસ માટે મારે કોઈની પાસે ઉછીના નાણાં માંગવાની જરૂર નથી. સોલાર પંપે માત્ર ખેતર જ નહીં, પણ મારી દીકરીના ભવિષ્યને પણ તેજસ્વી બનાવ્યું છે.

ઈશ્વર વસાવાએ વધુમાં ઉમેર્યું કે, PM-KUSUM યોજનાથી અમને માત્ર ખેતીમાં જ નહીં, પણ પીવાના શુદ્ધ પાણી માટે પણ સુવિધા મળી છે. જે પાણી પહેલાં અમારે દૂરથી ભરી લાવવું પડતું હતું, તે હવે સોલાર પંપના કારણે ઘરે જ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં આ યોજનાને વેગ આપી રહી છે. PM-KUSUM-B યોજના હેઠળ ઓફ-ગ્રીડ સોલાર પંપ માટે કેન્દ્ર સરકાર 60 ટકા અને રાજ્ય સરકાર 40 ટકા સહાય આપે છે. આમ, આદિવાસી ખેડૂતોને 100 ટકા સહાય મળતી હોવાથી તેમના પર કોઈ આર્થિક બોજો રહેતો નથી.

નર્મદા જિલ્લાના હજારો આદિવાસી ખેડૂતો માટે આ યોજના સમૃદ્ધિ અને ટકાઉ વિકાસનું પ્રતીક બની છે, જે અંતરિયાળ વિસ્તારોમાં વિકાસની નવી ગાથા લખી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande