ચેન્નાઈમાં- વાહનમાંથી 140 કરોડનું માદક દ્રવ્ય જપ્ત, બેની ધરપકડ
ચેન્નાઈ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) શહેરના માધવરમ પાસે મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલય (ડીઆરઆઈ) ના અધિકારીઓ દ્વારા, કરવામાં આવેલી આકસ્મિક વાહન તપાસમાં 140 કરોડ રૂપિયાની કિંમતનું 70 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ચેન્નાઈ અને તેની આસપાસના વિ
ડ્રગ્સ


ચેન્નાઈ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) શહેરના માધવરમ પાસે મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલય (ડીઆરઆઈ) ના અધિકારીઓ દ્વારા, કરવામાં આવેલી આકસ્મિક વાહન તપાસમાં 140 કરોડ રૂપિયાની કિંમતનું 70 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં માદક દ્રવ્યોની હેરાફેરી અને તેના ઉપયોગને રોકવા માટે વિવિધ કાયદા અમલીકરણ સંસ્થાઓ સઘન દેખરેખ રાખી રહી છે.

અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે કરેલી આ કાર્યવાહીમાં હેરાફેરી કરી રહેલા વાહનને રોકીને, મોટા પ્રમાણમાં માદક દ્રવ્ય કબજે કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 148 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ વાહનમાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

ધરપકડ કરાયેલા બંને આરોપીઓની અડયાર સ્થિત કેન્દ્રીય મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલયની કચેરીમાં, અધિકારીઓ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે કે, આટલી મોટી માત્રામાં હેરોઈન ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેને ક્યાં લઈ જવાની યોજના હતી અને આ હેરાફેરી કરનાર ટોળકી પાછળ અન્ય કયા લોકોની સંડોવણી છે.

આ હેરાફેરીના નેટવર્કની શોધ કરવા માટે તમામ પાસાઓની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે આ હેરાફેરીના નેટવર્કમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવા અને તેમની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડવા માટે અધિકારીઓ સતત કાર્યવાહી કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande