સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત
ભાવનગર,19 નવેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તાજેતરમાં નવું બાંધકામ પૂર્ણ થયેલા સામુહિક આરોગ્ય કેન્દ્રની વિવિધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ
આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેતા અધિકારી


ભાવનગર,19 નવેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તાજેતરમાં નવું બાંધકામ પૂર્ણ થયેલા સામુહિક આરોગ્ય કેન્દ્રની વિવિધ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રના નવા મકાનના વિવિધ વિભાગો, દર્દીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સારવારની વ્યવસ્થા તેમજ આરોગ્યલક્ષી કામગીરી અંગે જાણકારી મેળવવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જાળવવા, દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, દર્દીઓને સમયસર સારવાર મળી રહે તેમજ આરોગ્ય સેવાઓની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નવા બાંધકામનો યોગ્ય ઉપયોગ થાય અને લોકોને આધુનિક આરોગ્ય સુવિધાઓનો વધુમાં વધુ લાભ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ આરોગ્ય કેન્દ્રની માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ કરી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવાનો હતો. સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્થાનિક લોકોને સારી સારવાર અને જરૂરી આરોગ્ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે દિશામાં આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande