મહેર સમાજ દ્વારા પોરબંદર ખાતે ભવ્ય સ્નેહમિલન યોજાયું
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) : વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રારંભે સમસ્ત તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે છાંયા મહેર સમાજ ખાતે ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. પૂજ્ય માલદેવબાપુના આશીર્વાદ સાથે યોજાયેલા આ કા
મહેર  સમાજ દ્વારા ભવ્ય  સ્નેહમિલન યોજાયું.


મહેર  સમાજ દ્વારા ભવ્ય  સ્નેહમિલન યોજાયું.


મહેર  સમાજ દ્વારા ભવ્ય  સ્નેહમિલન યોજાયું.


પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) : વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રારંભે સમસ્ત તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે છાંયા મહેર સમાજ ખાતે

ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. પૂજ્ય

માલદેવબાપુના આશીર્વાદ સાથે યોજાયેલા આ

કાર્યક્રમમાં સમાજના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

હતા.

પૂર્વ સાંસદ અને માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના

પ્રમુખ ભરતભાઈ ઓડેદરાએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી સમાજના નવા ભવનના નિર્માણ અને જાળવણી સાથે ગ્રામ્ય તથા શહેરી

વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓના વિકાસમાં સૌને

યોગદાન આપવા અપીલ કરી હતી. પૂર્વ કેબિનેટ

મંત્રીઅને ઝુંડાળા મહેર સમાજ તથા મહેર

વિદ્યાર્થીભવનના પ્રમુખ બાબુભાઈ બોખીરીયાએ

સમાજમાં લક્ષ્મીની સાથે સરસ્વતીનું પણ આગમન થાય

તેમાટે શિક્ષણને પ્રાધાન્ય આપવા અને

સમાજને વ્યસનમુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના

પ્રમુખ સેવક વિમલજીભાઈ ઓડેદરાએ સંગઠન, શિક્ષણઅને પારિવારિક ભાવના મજબૂત બનાવવા પરભાર મૂક્યો હતો. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મહેર ભવનોની સાથે આવનારી પેઢીમાં

શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરવાને શ્રેષ્ઠ

મૂડીરોકાણ ગણાવ્યું હતું. ઉપપ્રમુખ સામતભાઈ

ઓડેદરાએ આભારવિધિ કરી સમાજની શૈક્ષણિક પ્રગતિની સરાહના કરી હતી.

સમારોહમાં તાલુકા પંચાયત પ્રમુખ

પ્રતાપભાઈ કેશવાલા, રાજસીભાઈ પરમાર, ભીમભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા, મસરીજીભાઈ

ઓડેદરા, રાણાભાઈ સીડા, ભીમાભાઈ ભુતીયા, રામભાઈ ઓડેદરા, નાગાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરીયા, રાયદેભાઈ મોઢવાડિયા, દેવાભાઈ ઓડેદરા, ભોજાભાઈ આગઠ,

રાણાભાઈ ઓડેદરા, ડૉ. ભરતભાઈ ચૌહાણ, ભુરાભાઈ કેશવાલા, માલદેભાઈ મોઢવાડિયા, પરબતભાઈ મોઢવાડિયા, જેઠાભાઈ ઓડેદરા અને સુભાષભાઈ વાઢેર

સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ટરનેશનલ

મહેર સુપ્રીમ કાઉન્સિલ, માલદેવ રાણા કેશવાલા મહેરસમાજ (ઝુંડાળા), મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેર શક્તિ સેના, બરડા વિકાસ સમિતિ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ, મહેરહિત રક્ષક સમિતિ, મહેર આર્ટ પરિવાર, મહેર મહિલા વિકાસ મંડળ, શક્તિ સેના મહિલા મંડળ તેમજ રાણાવાવ અને કુતિયાણા મહેર સમાજની સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande