કેએસવીની 125મી સર્વનેતૃત્વ શિબિરમાં યુવાનો દ્વારા 125 દીવડાઓની પવિત્ર જ્યોત સાથે સ્વ અને સમાજ પરિવર્તન માટે લીધા 125 સંકલ્પ
ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત ૧૨૫મી પાંચ દિવસીય નિવાસી સર્વ નેતૃત્વ શિબિર અંતર્ગત યુવાનોમાં આત્મ જાગૃતિ, મૂલ્યનિષ્ઠા, શિસ્ત, સેવાભાવ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવાના ઉદ્દેશથી એક અનોખી અને આધ્યાત્મિક સંકલ્પ
કેએસવીની 125મી સર્વનેતૃત્વ શિબિર


કેએસવીની 125મી સર્વનેતૃત્વ શિબિર


ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત ૧૨૫મી પાંચ દિવસીય નિવાસી સર્વ નેતૃત્વ શિબિર અંતર્ગત યુવાનોમાં આત્મ જાગૃતિ, મૂલ્યનિષ્ઠા, શિસ્ત, સેવાભાવ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવાના ઉદ્દેશથી એક અનોખી અને આધ્યાત્મિક સંકલ્પ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત યુવાનોએ ૧૨૫ દીવડાઓની પવિત્ર જ્યોતની સાક્ષીએ આત્મ પરિવર્તન અને સમાજ પરિવર્તનની જ્યોત પ્રગટાવવાનો એક ભાવનાત્મક પ્રયાસ કર્યો હતો.

આ પ્રકલ્પ નો મુખ્ય ઉદેશ્ય એ હતો કે સાચું નેતૃત્વ બીજાને બદલવાની શરૂઆત કરતાં પહેલાં પોતાની જાતને બદલવાની તૈયારી માંથી જન્મે છે. જ્યારે યુવાનો પોતાના વિચારો, વર્તન અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવે છે, ત્યારે જ પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સાચું યોગદાન આપી શકે છે. આ પ્રસંગે યુવાનોએ જીવનમાંથી આળસ, સમયનો બગાડ, મોબાઇલનો બિનજરૂરી ઉપયોગ, નકારાત્મક વિચારસરણી, બહાનાં બનાવવાની વૃત્તિ, ગુસ્સો, અહંકાર અને ઈર્ષ્યા જેવી નકારાત્મક બાબતોનો ત્યાગ કરવાનો સંકલ્પ લીધો હતો. તેની સાથે શિસ્ત, સમયપાલન, સકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ, સેવાભાવના, સહકાર, જવાબદારી, પ્રામાણિકતા અને નેતૃત્વ જેવા જીવનમૂલ્યો અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સંકલ્પ વિધિનું પ્રેરણાદાયી માર્ગદર્શન ગુજરાતના જાણીતા મોટીવેશનલ ટ્રેનર ઉમા તેરૈયા અને દીપક તેરૈયા - ઉદ્દીપક દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે યુવાનોને માત્ર સંકલ્પો લેવા પૂરતા સીમિત ન રહેતાં પરંતુ જીવનના દરેક તબક્કે પોતાના સંકલ્પોનું પાલન કરી તેને વ્યવહારમાં ઉતારવા પ્રેરિત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande